
નવી દિલ્હી,તા.17 એપ્રિલ 2019, ગુરુવાર
લોકસભાની ૧૧ રાજ્યો અને એક કેન્દ્ર શાસીત પ્રદેશની ૯૫ બેઠકોની આવતી કાલે યોજાનારી ચૂંટણીમાં ૧૬૦૦ ઉપરાંત ઉમેદવારોમાં કેન્દ્રના મંત્રી જીતેન્દ્ર સિંહ, પૂર્વ વડા પ્રધાન એચ.ડી.દેવેગૌડા અને ડીએમકેના દયાનીથી મારન તેમજ ડી.રાજાનો સમાવેશ થતો હતો.
તામિલનાડૂની ૩૯ પૈકી ૩૮ બેઠકોની લોકસભાની અને ૧૮ વિધાનસભાની બેઠકોની ચૂંટણી થશે.વેલ્લોર બેઠકની ચૂંટણી રદ કરાઇ હતી. ઉપરાંત ૨૩ એપ્રીલે યોજાનારી ત્રિપુરા પૂર્વમાં પણ હાલની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નહીં હોવાથી ત્યાં પણ ચૂંટણી નહીં યોજાય.
તામિલનાડૂ ઉપરાંત કર્ણાટકમાં ૧૪, મહારાષ્ટ્રમાં દસ, ઉત્તર પ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓડિશામાં પાંચ પાંચ,છત્તીસગઢ અને પશ્ચિમ ંબગાળમાં ત્રણ ત્રણ, જમ્મુ-કાશ્મીરમાં બે અને મણીપુર તેમજ પુૃૃુચેરીમાં એક એક બેઠકની ચૂંટણી થશે. ઉપરાંત ઓડિશા વિધાનસભાની ૩૫ બેઠકોની પણ ચૂંટણી યોજાશે. ૯૫ મત વિસ્તારો પૈકી હાલમાં અન્ના ડીએમકે પાસે ૩૬, ભાજપ પાસે ૨૭ બેઠકો છે.તો કોંગ્રેસે ૧૨ બેઠકો જીતી હતી.
બીજા તબક્કામાં લગભગ ૧૫.૮ કરોડ મતદારો મત આપશે. તામીલનાડૂમાં અન્ના ડીએમકે એનડીએના ભાગ તરીકે ચૂંટણી લડે છે. તો ડીએમકેમાં કોંગ્રેસ અને ડાબેરીઓ સહિતનો બિન સામપ્રદાયીક મોરચો છે. જયલલિતાના અવસાન પછી એન્ના ડીએમકેની આ પહેલી જ ચૂંટણી છે.
વિધાનસભાની વાત કરીએ તો ઓડિશામાં મુખ્ય પ્રધાન નવીન પટનાયકગંજમ જિલ્લામાં તેમના ગઢ હિંનઝીલીમાંથી ચૂંટણી લડી રહ્યા છે.મહારાષ્ટ્રમાં દસ બેઠકો પર ૧૭૯ ઉમેદવારો ઊભા છે. ઉત્તર પ્રદેશમાં ૮૫ ઉમેદવારોમાં હેમા માલીની અને રાજ બબ્બર જેવા ફિલ્મ કલાકારોનો સમાવેશ થાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Usgf9a
via Latest Gujarati News
0 Comments