WhatsApp પર આવી રીતે રોકો વધારે ફોરવર્ડ થતો મેસેજ


નવી દિલ્હી, 9 એપ્રિલ 2019, મંગળવાર

વોટ્સએપ પર વાયરલ થતા ન્યૂઝને અટકાવવા માટે એક નવુ ફીચર એક્ટિવ કરવાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ ફીચરના કારણે વોટ્સએપનો ઉપયોગ કરતા લોકો વધારે ફોરવર્ડ થવાથી અટકાવી શકાય છે. 

આ અંગે મળતી માહિતી અનુસાર ફોરવર્ડિંગ ઈંફો અને ફ્રીક્વેંટલી ફોરવર્ડેડ ફીચર હાલ ઉપલબ્ધ નથી. પરંતુ વોટ્સએપ એંડ્રોયડ માટે પોતાના બીટા અપડેટ પર કામ કરી રહ્યું છે. વોટ્સએપ હવે 2.19.97 બીટા અપડેટમાં ગૃપમાં નવા ફીચરનું પરીક્ષણ કરવા પર કામ કરી રહ્યું છે. આ ફીચરના કારણે યૂઝર્સ ગૃપમાં સૌથી વધારે ફોરવર્ડ થતા મેસેજને અટકાવવા પર કામ કરી રહ્યું છે.  

આ ફીચરનો ઉપયોગ માત્ર ગૃપ એડમિન કરી શકશે. માત્ર એડમિન જ તેને જોઈ શકશે અને તેમાં એડિટીંગ કરી શકશે. આ ફીચરના કારણે કોઈપણ વ્યક્તિ વધારે ફોરવર્ડ કરેલા મેસેજને ગૃપમાં મોકલી શકશે નહીં. હાલ ભારતમાં વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા 5 છે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U1wQk9
via Latest Gujarati News

Post a Comment

0 Comments