નવી દિલ્હી, તા. ૩૦

તૃણમુલના ૪૦ ધારાસભ્યો સંપર્કમાં હોવાના વડાપ્રધાન મોદીના નિવેદન પછી વળતો પ્રહાર કરતા મમતા બેનર્જીએ આજે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન બેશરમ છે કે જે જાહેરમાં હોર્સ ટ્રેડિંગની વાતો કરે છે. તૃણમુલના લોકો કોઇ પણ સંજોગોમાં નાણાથી વેચાશે નહીં. 

મમતાએ મોદીને સલાહ આપી છે કે તે પ્રથમ દિલ્હીને સંભાળે પછી બંગાળ તરફ નજર કરે. મમતાએ જણાવ્યું હતું કે મારા પક્ષમાં તમામ કાર્યકરો સમર્પિત છે અને પોતાનું લોહી પણ વહેડાવવા માટે તૈયાર છે. 

મારા ધારાસભ્યોને પૈસાના જોરે ખરીદી શકાશે નહીં. મમતાએ માગ કરી છે કે વડાપ્રધાન મોદીની ઉમેદવારી રદ થવી જોઇએે કારણકે તેમણે જાહેરમાં લોકોને ખરીદવાની વાત કરી બંધારણનો ભંગ કર્યો છે.

બંગાળના લોકો ક્યારેય પણ ભાજપને સ્વીકારશે નહીં. મમતા ભાજપને રમખાણકારોની પાર્ટી ગણાવી હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GNAk55
via Latest Gujarati News