(પીટીઆઇ) ભુનેશ્વર, તા. ૩૦
શક્તિશાળી વાવાઝોડું ફાની ખૂબ જ તીવ્ર ગતિએ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાએ ખૂબ જ ભયાનક સ્વરૃપ ધારણ કરી લીધું છે અને તે શુક્રવારની બપોર સુધીમાં ઓડિશાના તટને ગોપાલપુર અને ચાંદબાલીની વચ્ચે પાર કરશે.
આ વાવાઝોડાને પગલે ભારતીય હવામાન વિભાગે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો માટે એલર્ટ જારી કરી છે અને દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવાના નિર્દેશ આપ્યા છે.
ભારતીય હવામાન વિભાગના સાયકલોન વોર્નિંગ ડિવિઝનના જણાવ્યા અનુસાર વાવાઝોડું ફાની પહેલી મે સુધીમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે.
આ વાવાઝોડાનું કેન્દ્ર ચેન્નાઇથી ૮૧૦ કિમી પૂર્વ-દક્ષિણપૂર્વની તરફ અને મછલીપટ્ટનમ(આંધ્ર પ્રદેશ)થી ૯૫૦ કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું.
આ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ઉત્તર આંધ્ર પ્રદેશમાં માછીમારોને એકથી ત્રણ મે તથા ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારના માછીમારોને બે મે સુધી સમુદ્રમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે.
ત્રણ મે એટલે કે શુક્રવારે બપોરે પવનની ગતિ ૮૦ થી ૯૦ કિમી પ્રતિ કલાકથી વધીને ૧૭૫ થી ૧૮૫ કિલોમીટર થઇ જશે.
કોઇ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ(ઓડીઆરએએફ)ના ૨૦ યુનિટ અને ફાયર સર્વિસના ૩૩૫ યુનિટ તૈયાર રાખવામાં આવ્યા છે.
એનડીઆરએફની કુલ ૪૧ ટીમો તૈનાત કરવામાં આવી છે. જે પૈકી આઠ ટીમ આંધ્ર પ્રદેશમાં, ૨૮ ટીમ ઓડિશામાં અને પાંચ ટીમ પશ્ચિમ બંગાળમાં તૈનાત કરવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vbgn2p
via Latest Gujarati News
0 Comments