કાન્સની જ્યુરીમાં નવા સભ્યો જોડાયા

લોસ એંજલ્સ તા.1 એપ્રિલ 2019 બુધવાર

 ચાલુ વર્ષે યોજાનારા કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલની જ્યુરીના વડા તરીકે ધ બર્ડમેન ફિલ્મના ડાયરેક્ટર એલેઝાન્ડ્રો ગોન્ઝાલેસની પસંદગી થઇ હતી અને જ્યુરીના નવા સભ્યોની જાહેરાત પણ કરાઇ હતી.

વિશ્વના ચાર ખંડના સાત દેશોમાંથી પસંદ થયેલા ચાર પુરુષો અને ચાર મહિલાઓ આ વખતે કાન્સ ફેસ્ટિવલમાં વિજેતાઓની યાદી તૈયાર કરશે એટલે કે સ્પર્ધક ફિલ્મોમાંથી બેસ્ટ ફિલ્મો પસંદ કરશે.

અન્ય મહાનુભાવોમાં ધ ફેવરીટ ફિલ્મ ફેમ યોર્ગોસ લેંથીમોઝ અને કોલ્ડ વૉર ફેમ પાલેસ પોલીકોવ્સ્કીનો સમાવેશ થાય છે. જ્યુરીના અન્ય સભ્યોમાં અમેરિકી અભિનેત્રી એલી ફેનિંગ, સેનેગલના અભિનેતા કોમેડિયન મૈમોના એન'દિયાએ, અમેરિકી ઇન્ડી ફિલ્મ મેકર કેલી રાઇખાર્ટ, ફ્રેન્ચ કોમિક બુક ક્રિયેટર ફિલ્મ સર્જક એન્કી બિલાલ, ઇટાલિયન ફિલ્મ સર્જક એલિસ રોર્વાશ્ચેર અને ફ્રેન્ચ મોરોક્કન સ્ક્રીનપ્લે રાઇટર ફિલ્મ સર્જક રોબિન કેમ્પીલોનો સમાવેશ થાય છે એમ વેરાયટી ડૉટ કોમના એક રિપોર્ટમાં જણાવાયું હતું.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GMciHH
via Latest Gujarati News

Post a Comment

0 Comments