લોસ એંજલ્સ તા.1 એપ્રિલ 2019 બુધવાર હોલિવુડની આગેવાન અભિનેત્રી રેબેલ વિલ્સને કહ્યું હતું કે યુવાન અભિનેત્રીઓ પર પાતળા દેખાવાનું ભારે પ્રેસર છે ્ને હું આ આખી ય વાતને પોઝિટિવલી લઉં છું.
સ્ત્રીઓ કેવી દેખાવી જોઇએ એ અંગે પ્રવર્તતી નેગેટિવ વાતોને હું નષ્ટ કરવા માગું છું એમ પણ રેબેલે કહ્યું હતું. જો કે ૩૯ વર્ષની આ અભિનેત્રીએ એવી સ્પષ્ટતા કરી હતી કે તમારે બીજાના અભિપ્રાયથી અપસેટ થવાનું કોઇ કારણ નથી. તમે જેવા છો એવા દેખાવાનું તમને ગમતું હોય તો પરાણે પાતળા થવાની કડાકૂટમાં પડતા નહીં.
'દરેક મહિલા પોતાની સ્ફૂર્તિ-ચુસ્તી અને કામ કરવાના તરવરાટને ધ્યાનમાં રાખીને આ બાબતે વિચાર કરે. પોઝિટિવ રહેવાની જરૃર છે. બીજાઓ આપણા દેખાવ વિશે શું માનશે એવી ચિંતા કરવાની જરૃર નથી' એમ રેબેલે વધુમાં કહ્યંુ હોવાનું હીટ મેગેઝિનના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VcJRNm
via Latest Gujarati News
0 Comments