ચીફ ઓફ આર્મી સ્ટાફ(CDS)નાં પદની સરકારની મંજુરી 4 સ્ટાર જનરલની નિમણુક થશે

નવી દિલ્હી,24 ડિસેમ્બર 2019 મંગળવાર

કેન્દ્ર સરકારે મંગળવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો હોદ્દો બનાવવાને મંજુરી આપી દીધી છે.આ પદની જરૂર વર્ષ 1999માં થયેલા કારગીલ યુધ્ધનાં સમયે અનુભવાઇ હતી.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં ઘોષણા કરી કે સંરક્ષણ અધિકારીનાં હોદ્દા પર નિમણુક પામનાર અધિકારી 4 સ્ટાર જનરલ હશે,તે ઉપંરાંત અધિકારી સૈન્ય મામલાનાં વિભાગનો પણ વડો હશે.

સરકારી સુત્રોએ કહ્યું કે સુરક્ષા મામલાની કેબિનેટ મિટિંગમાં કેબિનેટ સમિતિએ મંગળવારે CDSની જવાબદારીઓને આખરી સ્વરૂપ આપવા પર રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત દોભાલની અધ્યક્ષતાવાળી સમિતિની રિપોર્ટને મંજુરી આપી દીધી છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય પ્રધાન જાવડેકરે કહ્યું કે ' CDSમાં સચિવ સ્તરનાં અધિકારીની પણ તમામ સત્તા હશે,ત્યાર બાદ તમામ ફાઇલોને સંરક્ષણ સચિવનાં માધ્યમથી આગળ વધારવાની જરૂર રહેશે નહીં. CDSને તે ફાઇલને સીધા જ સંરક્ષણ પ્રધાન સુંધી પહોચાડવાની સત્તા આપવામાં આવી છે.'

વર્ષ 1999નાં કારગીલ યુધ્ઘ બાદ પહેલી વખત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનાં હોદ્દાની ભલામણ  કરવામાં આવી હતી,એલઓસી પર સંઘર્ષ દરમિયાન સશસ્ત્ર દળોનાં પ્રદર્શનનું વિષ્લેષણ કરવા માટે રચવામાં આવેલી.

સમીક્ષા સમિતિએ એ સુચન કર્યું કે તમામ મામલા પર સરકારે સંરક્ષણ સ્ટાફનાં વડાનાં હોદ્દાની રચના કરવી જોઇએ,જે એકસુત્રી સલાહકારનાં રૂપમાં કામ કરી શકે. 

ત્રણેય સેનાઓનાં પ્રમુખ 4 સ્ટાર અધિકારી હોય છે,અને CDS અધિકારી પણ 4 સ્ટાર જનરલ હશે, CDSની સત્તા શું હશે તે હજુ સ્પષ્ટ નથી,નોંધવા જેવી બાબત એ છે કે સ્વાતંત્ર્ય દિવસ 15 ઓગસ્ટ 2019નાં દિવસે CDSનું પદ બનાવવાની વાત કહી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35UOlJL
via Latest Gujarati News

Post a Comment

0 Comments