
નવી દિલ્હી, તા. 24 ડિસેમ્બર, 2019, મંગળવાર
નિર્ભયા કેસમાં જે ચાર લોકોને દોષીત જાહેર કરી ફાંસીની સજા આપવામાં આવી છે તેમાંથી ત્રણ અપરાધીઓએ તિહાર જેલ અિધકારીઓને કહ્યું છે કે તેની પાસે હજુ પણ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ બાકી છે.
ગયા સપ્તાહે આ અપરાધીઓને એક નોટિસ જારી કરવામાં આવી હતી જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમારી રિવ્યૂ પિટિશન ભલે ફગાવી દેવામાં આવી હોય પણ અમારી પાસે હજુ પણ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ બાકી છે.
અગાઉ આ અપરાધીઓએ સુપ્રીમ કોર્ટમાં જે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી તેને ફગાવી દેવામાં આવી છે. જેથી હવે આ અપરાધીઓ પાસે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાનો વિકલ્પ છે.
આ ક્યૂરેટિવ પિટિશન એ કોઇ પણ અપરાધમાં અને ખાસ કરીને ફાંસીની સજામાં અંતિમ અરજી માનવામાં આવે છે. જો તેને પણ ફગાવી દેવામાં આવશે તો આ અપરાધીઓએ ગમે ત્યારે વેરંટ જારી થયા બાદ ફાંસીએ લટકાવી દેવામાં આવી શકે છે કેમ કે થોડા દિવસ પહેલા જ તિહાર જેલના અિધકારીઓએ જલ્લાદની માગણી કરી હતી.
આ પહેલા ઓથોરિટીએ નિર્ભયા કેસમાં જે અપરાધીઓ છે તેમને નોટિસ જારી કરી હતી અને દયા અરજી કરવા કહ્યું હતું. જોકે આ નોટિસનો જવાબ આપતા અપરાધીઓએ કહ્યું હતું કે અમે દયા અરજી કરીએ તે પહેલા અમારી પાસે હજુ પણ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાનો નિકલ્પ છે.
જોકે એક જેલ અિધકારીએ કહ્યું હતું કે અમે દયા અરજી દાખલ કરવા અપરાધીઓને સાત દિવસનો સમય આપ્યો છે. જો આ સમયગાળામાં દયા અરજી કરવામાં ન આવે તો અમે જે તે કોર્ટને તેની જાણકારી આપીશું.
આ પહેલા દિલ્હીની પટિયાલા કોર્ટે અપરાધીઓને ફાંસીએ ચડાવવા માટે ડેથ વોરંટ જારી કરવા અંગે સુનાવણી કરી હતી પણ મામલો સાતમી જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.
16મી ડિસેમ્બર, 2012ના રોજ નિર્ભયા પર રેપ ગુજારવામાં આવ્યો હતો, જેના થોડા દિવસ બાદ 29મી ડિસેમ્બરે તેનું મોત નિપજ્યું હતું. આ મામલે અપરાધીઓને ફાંસીની સજા આપવામાં આવી છે જોકે ઘટનાને સાત વર્ષ થઇ ગયા છતા કોઇને પણ લટકાવવામાં નથી આવ્યા. બીજી તરફ દેશમાં બળાત્કારની અતી જઘન્ય ઘટનાઓ પણ સામે આવી રહી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EQP9DC
via Latest Gujarati News
0 Comments