પ્રભાસની આદિપુરુષ ફિલ્મમાં સૈફઅલી ખાનની એન્ટ્રી ?


(પ્રતિનિધિ દ્વારા મુંબઇ,તા.20 ઓગસ્ટ 2020, ગુરુવાર

ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષની ઘોષણા થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ મુખ્ય પાત્રમાં કામ કરી રહ્યો છે. 

સોશિયલ મીડિયાના પોર્ટલે જણાવ્યું હતુ ંકે, સૈફ અલી ખાન ફિલ્મ આદિપુરુષમાં કામ કરવાનો છે. તાન્હાજીઃ ધ અનસંગ વોર્યિરમાં સૈફનું પરફોર્મન્સ જોઇને દિગ્દર્શક ઓમ રાઉતે તેને પોતાની આગામી ફિલ્મ સાઇન કરવાનો નિર્ણય લીધો છે. 

સૂત્રે સૈફના પાત્ર વિશે જણાવ્યું હતું કે, ઓમ રાઉત સૈફને ખલનાયકનું પાત્ર આપવા ઇચ્છે છે. કહેવાય છે કે સૈફ અલી ખાનનું પાત્ર પ્રભાસની બરાબર હશે.

આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. તેમજ ૨૦૨૧ના ફિલ્મનું શૂટિંગ કરવામા ંઆવે તેવી શક્યતા છે. મેકર્સ આ ફિલ્મને ૨૦૨૨ સુધી  રિલીઝ કરવાની યોજના છે. કહેવાય છે કે આ ફિલ્મ ભગવાન રામની જિંદગીને પડદા પર પેશ કરશે. ઓમ રાઉતની આ ફિલ્મ ૩-ડીમાં રિલીઝ કરવામાં આવશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3leEu9I
via Latest Gujarati News

Post a Comment

0 Comments