સંજય દત્ત મુંબઇની હોસ્પિટલમાં ભરતી થયો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.19 ઓગસ્ટ 2020, બુધવાર

સંજય દત્તને ત્રીજા-ચોથા સ્ટેજના ફેંફસાના કેન્સરનું નિદાન થયું છે. તેની સારવાર માટે તે વિદેશ જવાના પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ બોમ્બ બ્લાસ્ટ કેસનો આરોપી હોવાથી તેને વિઝા મળવાના મુશ્કેલ થાય તેવી ચર્ચા છે.અન્ય એક વાત એવી પણ છે કે કોવિડ ૧૯ના કારણે સંજય વિદેશ હાલ જઇ શકે એવી સ્થિતિમાં નથી.  હાલ સંજય દત્ત અવારનવાર મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં તબીબી તપાસ માટે જતો જોવા મળતો હતો. હવે તાજા સમાચાર અનુસાર સંજય દત્ત હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છે. 

સંજય દત્તની પત્ની માન્યતા દત્તે સત્તાવાર સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, જેઓ અમને પુછી રહ્યા છે, તેમને જણાવું છું કે, સંજુ મુંબઇમાં પોતાના પ્રારંભિક ઉપચારને પૂરા કરશે. અમે સારવાર માટે  વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છે. કોવિડ-૧૯ની સ્થિતિમાં સુધાર આવવાની સાથે તૈયાર રહેશુંય હાલ, સંજુ કોકિલાબેન હોસ્પિટલમાં બહેતરીન ડોકટરોની દેખરેખમાં છે. 

માન્યતાએ વધુમાં કહ્યું હતું કે, સંજુને આટલા વરસોથી પ્યાર અને સેન્હ માટે હું તમામ પ્રશંસકો અને શુભચિંતકોના હૃદયથી ધન્યવાદ કરું છું. હું બધાને હાથ જોડીને અનુરોધ કરું છું કે, તેમની બીમારીના સ્ટેજ પર અનુમાન લગાડશો નહીં. ડોકટરોને તેમનું કામ કરવા દેશો. અમે તેના સ્વાસ્થયના પ્રોગ્રેસ પર તમને નિયમિત અપડેટ કરતા રહીશુંય 

માન્યતા હાલ હોમ ક્વોરોનટાઇન હોવાથી તે સંજય સાથે હોસ્પિટલમાં જઇ શકતી નથી. જેવો તેનો ક્વોનરાઇન પીરિયડ પૂરો થશે કે તરત જ તેની સાથે જ રહેશે. હાલ સંજય બહેન પ્રિયા દત્ત તેની સાથે જોવા મળે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34fYtyD
via Latest Gujarati News

Post a Comment

0 Comments