
(પ્રતિનિધિ દ્વારા મુંબઇ,તા.20 ઓગસ્ટ 2020, ગુરુવાર
જાણીતા સિંગર એસ પી બાલા સુબ્રમણ્યમની તબિયત હજી પણ નાજુક જ છે. તેઓ વેન્ટિલેટર પર છે અને ડોકટરોની એક ટીમ તેમનો ઇલાજ કરી રહી છે. હોસ્પિટલે તેમની તબિયતની જાણકારી આપતું એક સ્ટેટમેન્ટ બહાર પાડયું છે.
તેમની હેલ્થ અપડેટમાં જણાવામાં આવ્યું છે કે, એસ પી બાલાસુબ્રમણ્યમને કોવિડ-૧૯નો થયો હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમની હાલત ધીરે ધીરે વધુ બગડી રહી છે. હેલ્થ અપડેટના અનુસાર, તેઓ વેન્ટિલેટર અને ઇન્ટેસિવ કેર યૂનિટના એકસ્ટ્રાકોપોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન (ઇસીએમઓ) સપોર્ટ પર છે. એકસપર્ટ મેડિકલ ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.
ગાયકના પુત્રે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, તેમની હાલત ગઇ કાલે હતી તેવી જ છે. તેઓ વેન્ટિલેટર પર હજી છે લોકોમાં અફવા છે કે તેમને વેન્ટિલેટર પરથી ખસેડી લેવામાં આવ્યા છે પરંતુ એ સત્ય નથી. વાસ્તવમાં અમે પણ ઇચ્છીએ છીએ કે તેઓ જલદી વેન્ટિલેટર પરથી દૂર થાય.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YkhKei
via Latest Gujarati News
0 Comments