
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.20 ઓગસ્ટ 2020, ગુરુવાર
કોરોના મહામારીમાં લોકાઉન હળવું થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ ધમધમતુ થવાની તૈયારીઓ થઇ રહી છે. તાજેતરમાં રણબીર કપુર એક જાણીતા દિગ્દર્શકની ઓફિસ બહાર જોવા મળ્યો હતો.
રણબીર પૂર અને શ્રદ્ધા કપૂર સાથે દિગ્દર્શક લવ રંજનની ઓફિસે ગયા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર ફરી રહી છે. તસવીરોમાં બન્ને પોત-પોતાની કારમાં જોવા મળી રહ્યા છે તેમજ બન્નેએ માસ્ક પહેરેલા છે. આતસવીરો જોતા જ લોકો અટકળ બાંધી રહ્યા છે કે, આગામી ફિલ્મની વાતચીત માટે જ બન્ને સિતારાઓ લવ રંજનની ઓફિસ પહોંચ્યા હતા.
રણબીરની કરણ જોહરની બહ્માશ્ત્રનું કામ હજી પુરુ થયું નથી. જોકે અભિનેતા આ પછી સંજય દત્ત સાથે સમશેરામાં જોવા મળવાનો છે.
હવે બોલીવૂડના સિતારોએ કામે લાગી ગયા છે. અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે લંડન પહોંચ્યો છે જ્યારે ામિર ખાન તુર્કી ગયો છે. હવે રણબીર પણ દિગ્દર્શકોની મુલાકાત લઇ રહ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aLk573
via Latest Gujarati News
0 Comments