50ના દાયકામાં સિગરેટના કશ લગાવી ક્લિક કરાવ્યા બોલ્ડ ફોટો


મુંબઈ, 25 ડિસેમ્બર 2019, બુધવાર

હિંદી સિનેમા જગતમાં 50 અને 60નું દશક સંસ્કારી સમય હતો તેમ કહી શકાય. આ સમયમાં અભિનેત્રીઓ બોલ્ડનેસની પરિભાષાથી દૂર હતી. પરંતુ આ સમયમાં અભિનેત્રી બેગમ પારાએ બોલ્ડ ફોટોશૂટ કરાવી ખડભડાટ મચાવ્યો હતો. 


બેગમ પારાએ એવું ફોટોશૂટ કરાવ્યું હતું કે તેના બાદ તેનું નામ ગ્લેમર ગર્લ પડી ગયું હતું. આ ફોટોશૂટમાં બેગમ પારાએ પોતાની હોટ અદાઓ દેખાડી હતી અને તેમાં તે સિગરેટના કશ લગાવતા પણ જોવા મળ્યા હતા. આ સમયમાં બેગમએ કરાવેલું બોલ્ડ ફોટોશૂટ લાઈફ મેગેઝીન માટે હતું. બેગમની આ અદાઓને કેમેરામાં કેદ ફોટોગ્રાફર જેમ્સ બુર્કે કરી હતી.   

બેગમ પારાએ બોલિવૂડમાં અનેક ફિલ્મો કરી હતી  જેવી કે સોની મહિવાલ, નીલ કમલ, લૈલા મજનૂ, કિસ્મત કા ખેલ.. તેઓ છેલ્લે 2007માં રણબીર કપૂર અને સોનમ કપૂરની પહેલી ફિલ્મ સાંવરિયામાં જોવા મળ્યા હતા.  


તે દાયકામાં બેગમ પારા એક માત્ર અભિનેત્રી હતા જેઓ ચર્ચામાં રહેતા. બેગમએ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ભાઈ નાસિર ખાન સાથે લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે છે ભાઈ સાથે લગ્ન થયા હોવા છતાં દિલીપ કુમાર અને પારા વચ્ચે સુમેળ ભર્યા સંબંધ ન હતા. 


દિલીપ કુમારની લોકપ્રિયતા માટે બેગમએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે,દિલીપ કુમાર છે તો હું પણ બેગમ પારા છું.... બેગમ અને નાસિરના દીકરા અયૂબ ખાન બોલિવૂડમાં અભિનેતા છે. બેગમનું નિધન 9 ડિસેમ્બર 2008માં થયું હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ql96rv
via Latest Gujarati News

Post a Comment

0 Comments