મહારાષ્ટ્ર રાજ્યની આવકમાં મહિનામાં ૮૦ ટકાનું ગાબડું



મુંબઇ, તા.27 એપ્રિલ, 2020, સોમવાર

ગયા મહિનાના અંતિમ સપ્તાહમાં કોવિડ-૧૯ લોકડાઉનને પગલે લગભગ તમારા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની આવકમાં ૮૦ ટકાનું ગાબડું પડયું છે. અને લગભગ તમામ પ્રદેશ કેન્દ્ર સરકારને આથક સહાય કરવાની વિનંતી કરી છે. એમમે કહ્યું છે કે કેન્દ્રની સહાય ઉપરાંત બજારમાંથી નાણા ઉપાડયા સિવાય કોઇ છૂટકો નથી. તિજોરી ખાલીખમ્મ છે અને કર્મચારીઓના પગાર ચૂકવવાના ફાંફા છે.

ગઇકાલે વડા પ્રધાન સાથેની વરચ્યુઅલ બેઠકમાં લગભગ તમામ મુખ્ય પ્રધાનોએ આ બાબત ઉપાડી લીધી હતી અને મહારાષ્ટ્ર પણ એમાથી બાકાત નહોતું જો કે મહારાષ્ટ્રના નાણા મંત્રાલયે અગાઉ પણ કેન્દ્રિય સહાયતા અને ઓવરડ્રાફ્ટની માગણી કરી છે.

ઉદ્યોગધંધા, વાહનોનું વેચાણ, પેટ્રોલ-ડિઝલના વેચાણ ઠપ્પ છે અને લગભગ તમામ રાજ્યો માટે કસદાર એવા શરાબના ઠેકા પણ બંધ છે. આ સંજોગોમાં મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યો પાસે કેન્દ્રિય સહાય સિવાય કોઇ વિકસ્પ નથી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VFPMJi
via Latest Gujarati News

Post a Comment

0 Comments