
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.27, એપ્રિલ, 2020, સોમવાર
મુંબઇ મહાનગર પાલિકાએ કરેલી લાલ આંખના પગલે મુંબઇમાં ૧ હજાર ૪૧૬ ખાનગી નર્સિંગ હોમ પૈકી ૧ હજાર ૬૮ જેટલા ખાનગી નર્સિંગ હોમ શરૃ થઇ ગયા છે.
શહેરમાં ખાનગી નર્સિંગ હોમ અને ખાનગી દવાખાનાઓ શરૃ કરવા મુંબઇ મહાનગર પાલિકાએ વારંવાર અપીલ કરી હતી. કારણ કે કોવિડ-૧૯ના દરદી ન હોય પણ બીજી બીમારીના દરદીઓને સારવારથી વંચિત રહેતા હતા. આ અંગે ધ્યાનમાં આવતા ખાનગી નર્સિંગ હોમ શરૃ નહિં કરનારાની લાઇસન્સ રદ્દ કરાશે તેમજ કાર્યવાહી કરાશે એવા આકરા નિર્ણયપાલિકા કમિશનર પ્રવીણ પરદેશીએ લીધો હતો. ત્યાર બાદ આજે આ બાબતે યોજાયેલી સમક્ષી બેઠકમાં ઉપરોક્ત માહિતી પ્રકાશમાં આવી હતી.
પાલિકાના ક્ષેત્રમાં આવેલા ૯૯ ડાયલિસિસ સેન્ટર પૈકી ૮૯ સેન્ટર શરૃ કર્યા હોવાની માહિતી પાલિકાના આરોગ્યવિભાગે આજે આપી હતી.
એપિડેમિક એક્ટ ૧૮૯૭ અનુસાર વૈધકીય સેવા શરૃ રાખવી બંધનકારક છે. આ અંગે વારંવાર સૂચના આપવા છતાં નર્સિંગ હોમ અને દવાખાના બંધ રખાતા હતા. આથી ગયા અઠવાડિયે પાલિકા કમિશનરે કઠોર કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.
પાલિકાના આદેશબાદ ૭૫ ટકા ખાનગી નર્સિંગ હોમ શરૃ થયા છે. હજી ૨૫ ટકા નર્સિંગ હોમ બંધ છે. હજી બંધ રહેલા નર્સિંગ હોમ અને દવાખાના સામે કાર્યવાહી કરવા સંબંધિતોને નોટીસ આપવાનો આદેશ પાલિકા કમિશનર પ્રવીણ પરદેશીએ આપ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YhPVV7
via Latest Gujarati News
0 Comments