કોરોનાના જીવલેણ આક્રમણ સામે આયુર્વેદ ઉપચારનું રક્ષા કવચ



મુંબઈ/ સરદાર શહર,  તા. 27 એપ્રિલ, 2020, સોમવાર

ભારત  સહિત  વિશ્વભરમાં  કોરોનાની  જીવલેણ  બીમારી  ફેલાઈ  ગઈ છે. આમ  છતાં હજી સુધી  કોરોનાની કોઈ જ કારગત દવા  કે રસી શોધાઈ નથી. બીજી બાજુ આવા ચિંતાજનક  માહોલમાં  આયુર્વેદ અને હોેમિયોપથી  જેવી વૈકલ્પિક  અને અસરકારક સારવાર  પધ્ધતિ  સફળ થઈ  રહી  હોવાના  સમાચાર પણ મળે છે.

રાજસ્થાનના  સરદાર  શહેરમાં  હાલ કોરોનાનો  એક પણ દરદી  નથી, કે  તેનું સંક્રમણ નથી થતું.  શરૃઆતના તબક્કે  આ નાનકડા  નગરમાં  કોરોનાનાં નવ દરદીઓ  હતાં.  જો કે  આ તમામ  નવ વ્યક્તિ  દિલ્હીથી  સરદાર  શહરમાં  આવીને  ૧૦  દિવસ  રહી હતી. તેઓ  તેમનાં કુટુંબીજનોને  મળવા આવ્યાં  હતાં.  આમ છતાં   સરદાર  શહરની  એક પણ  વ્યક્તિને  તેનો ચેપ લાગ્યો  નહોતો.

સરદાર  શહરનાં  લોકોનાં કહેવા  મુજબ દિલ્હીથી  પેલી નવ વ્યક્તિઓને  'સર્વ જવરહર ચૂર્ણ'  નામનો આયુર્વેદિક  ઉકાળો (કાઢો) આપવામાં આવ્યો હતો.  આયુર્વેદનો  આ ઉકાળો  આપવામાં આવ્યો  હતો. આયુર્વેદનો  આ ઉકાળો  પીવાથી તાવ, માથુ  દુઃખવું,  અશક્તિ લાગવી, ભૂખ ઓછી  લાગવી,  શરદી,  કફ સહિત  ઘણી શારીરિક સમસ્યામાં  રાહત  રહે  છે.  એમ કહો  કે આ બધી  શારીરિક  તકલીફ નથી થતી.   શરીરમાં  મજબૂત  રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય  છે.  જીવલેણ ચેપી રોગથી  બચાવે  છે.

ગામના  આયુર્વેદાચાર્યોના  કહેવા મુજબ સર્વજવરહર  ચૂર્ણ ઉકાળામાં  આદુ,  (અથવા સૂંઠ), પીપલી, તુલસી,લવીંગ, મરી,  એલચી,  (નાની અને મોટી),  દાલચીની, જાવીત્રી અને  જાયફળ વગેરેનું   મિશ્રણ હોય  છે. આ આયુર્વેદિક  દ્રવ્યોનો ઉકાળો  સતત  ત્રણ  દિવસ સુધી  પીવાથી કોઈપણ  જાતના ચેપી રોગ સામે  રક્ષણ થાય છે.

ગાંધી વિદ્યામંદિર દ્વારા અપાતો  આવો આયુર્વેદિક  ઉકાળો  અત્યાર સુધીમાં  લગભગ અઢી લાખ જેટલાં  લોકોએ પીધો  છે. હવે આ 'સર્વજવરહર ચૂર્ણ'  ની વાત રાજસ્થાનના  આરોગ્ય ખાતા સુધી પહોંચી  છે.  રાજ્ય સરકાર કદાચ  તેનું  નિઃશુલ્ક  વિતરણ  કરે તેવી  વ્યવસ્થા થઈ  રહી હોવાનું  જાણવા મળે  છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VJ6hUS
via Latest Gujarati News

Post a Comment

0 Comments