દરદી કોરોના પોઝિટીવ નીકળતાં જે.જે. હોસ્પિટલનો ડાયાલિસિસ વિભાગ બંધ કરાયો



મુંબઇ, તા.27 એપ્રિલ, 2020 સોમવાર

મહાનગર  મુંબઇના કોરોનાગ્રસ્ત ન હોય તેવા ન્ય બિમારીઓના મોટાભાગના દરદીઓની સારવારનો બોજ ઉપાડનારી જે.જે. હોસ્પિટલના ડાયાલિસિસના એક દરદીનો કોવિડ-૧૯નો ટેસ્ટ પોઝિટીવ આવતાં આ હોસ્પિટલના નેફ્રોલોજિ (કિડની રોગના) યુનિટને ૨૧મી એપ્રિલથી બંધ કરવું પડયું છે.

લોકડાઉન અમલી બન્યો ત્યારથી ઓછી સંખ્યાના કર્મચારીઓ સાથે કામકાજ કરતાં આ વિભાગમાં દાખલ કરાયેલા બે એક દરદીઓને તાત્કાલીક રજા આપી દેવાઇ હતી. જ્યારે રોજ ડાયાલિસિસ કરાવતા લગભગ ૩૦ દરદીઓ એકાએક રઝળી પડયાની સ્થિતિમ  મૂકાયા છે.

આ વિભાગના બે ડોક્ટરોએ તો લોકડાઉન શરૃ થયો ત્યારે જ રાજીનામ  આપી દીધાં હતા. ત્યાર બાદ રહેલા નેફ્રોલોજિ વિભાગના વડા એવા એક માત્ર રેસિડેન્ટ ડોક્ટરને અન્ય ૨૦-૨૫ કર્મચારીઓ સાથે ક્વોરન્ટીન કરાયા છે.

કોરોનાના પોઝિટીવ દરદીએ છેલ્લા એક માસમાં ૧૪ વખત ડાયાલિસિસ કરાવ્યું હતું તેનો અર્થ એકે તે આ યુનિટના લગભગ દરેક સ્વાસ્થ્ય ક્મીના સંપર્કમાં આવ્યો હતો. એમ હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યું હતું.

અન્ય બે સરકારી હોસ્પિટલો જી.ટી. તથા સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા નથી. તદુપરાંત દરદીઓના ટેસ્ટ પોઝિટીવ આવતા મુંબઇનાં અનેક ડાયાલિસિસ સેન્ટરોએ તેમનું કામકાજ સ્થગિત કરવું પડયું છે.

જોકે, નેફ્રોલોજિ વિભાગના વડા ડો. ગીતા શેઠે કહ્યું હતું કે અમે શનિવારથી ઇમરજન્સી ડાયાલિસિસ શરૃ કર્યું છે. હું પોતે ક્વોરન્ટીનમાં છું છતાં મારી ફરજ બજાવું છું. નવમી એપ્રિલે સાબુ સિદ્દિકી હોસ્પિટલમાં બધ કરાઇ ત્યાર બાદ તેના તમામ ૨૦ દરદી અહીં આવ્યા હતા. અમારા વિભાગની ક્ષમતા ૨૪ દરદીની હોવા છતાં અમે ૩૦ જણાનું ડાયાલિસિસ કરીએ છીએ.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YbzQjq
via Latest Gujarati News

Post a Comment

0 Comments