મહારાષ્ટ્રમાં પ્લાઝમાં થેરપિની સૌ પ્રથમ અજમાયશમાં કોરોના દરદીની તબિયત સુધરી



મુંબઇ, તા.27, એપ્રિલ, 2020, સોમવાર

તંદુરસ્તી ફરીથી પ્રાપ્ત કરવામાં કારગત નિવડેલી પ્લાઝમાં થેરપિના પ્રથમ રાઉન્ડની સારવાર બાદ કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ)ના ૫૩ વર્ષીય દરદીની તબિયતમાં સુધારો થયો છે. આ દરદીને લીલાવતી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

હોસ્પિટલે દરદીને ગઇકાલે રવિવારે ૨૦૦ મિલિલીટર પ્લાઝમ નો વધુ એક ડોઝ ચડાવ્યો હતો એની આટલી જ માત્રાનો અંતિમ ડોઝ આજે આપવાની ગણતરી છે.

આ થેરપિ હેઠળ ચેપમુક્ત (સાજા) દરદીનું રક્ત લઇ તેમાંથી પ્લાઝમાં છૂટું પાડી ચેપસામે ઝઝુમતા દરદીને ચડાવવામાં આવે છે જેથી તેની રોગપ્રતિકારક ક્ષમતા વધે.

દરદીના પ્રાણવાયુ (ઓક્સિજન) લેવાના પ્રમાણમાં સુધારો (અર્થાત વધારો) થયો છે. પરંતુ આ વિશે વધુ ટિપ્પણી કરવી કવેળાનું ગણાશે એમ મુંબઇ મહાનગર પાલિકાના એક આરોગ્ય અધિકારીએ કહ્યું હતું.

યોગાનુયોગ, દાતા તથા દરદી બંનેનું બ્લડગ્પ ઓ-પોઝિટીવ હતું. પરસ્પ વિરોધી બ્લડ ગ્પનું ટ્રાન્સફ્યુઝન (રક્ત સંચારણ) કરી શકાય. પરંતુ હાલના સંજોગોમાં હોસ્પિટલો આવું જોખમ લેતી નથી.

પ્લાઝમાં થેરપિની ક્લિનિકલ અજમાયશ કરી જોવા અમારે દરદીઓના પરિવારજનો પાસેથી પરવાનગી લેવી પડી હતી. એમ હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું.

પ્લાઝમાં થેરપિ માટે રક્તદાન કરવા વધુ ત્રણ દાતાઓએ પાલિકાનો સંપર્ક સાધ્યો છે. આ થેરિપીની સારવારની શરૃઆત સૌ પ્રથમ કેરળમાં કરવામાં આવી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yQ6BYO
via Latest Gujarati News

Post a Comment

0 Comments