
મુંબઇ તા.27 એપ્રિલ, 2020, સોમવાર
પુણેની એક કંપની સિરમ ઇન્સ્ટિટયુટ કે જેના શિરે ન્યૂમોનિયા અને ડેન્ગ્યૂ જેવા રોગોના ઉપચાર માટે સસ્તી અને નવી દવા બનાવવાની પ્રતિષ્ઠા જામેલી છે તેણે હવે ભારતમાં સૂચિત કોવિડ વેક્સિન બનાવવાની યોજના બનાવી છે અને એ વેક્સિનનો દરેક ડોઝ લગભગ રૃા.૧૦૦૦નો થશે, એવો અંદાજ છે. સિરમ વિશ્વની એક પ્રતિષ્ઠિત દવા બનાવતી કંપની છે, જેની પાછળ ઓક્સફર્ડ યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળનું એક કર્ન્સોટિયમ છે, તેણે એવી ઘોષણા કરી છે કે તેમણે ૨૩મી એપ્રિલથી આ વેક્સિનની હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ્સ શરૃ કરી છે અને વિશ્વનો આવો સૌ પહેલો પ્રોજેક્ટ છે, જેની વેક્સિન વિશ્વભરમાં પૂરી પાડવામાં આવશે.
'ભારતમાં મે મહિનાથી આ વેક્સિનની ટ્રાયલ શરૃ થાય એવી અમે આશા રાખીએ છીએ, જે થોડા સેંકડો દરદીઓ પર કરવામાં અને વેક્સિન સપ્ટેમ્બર-ઓકટોબરમાં માર્કેટમાં આવી જાય એવી શક્યતા છે, જો બધી જ ટ્રાયલ સફળતાપૂર્વક પાર પડશે તો આ શક્ય બનશે. ભારતમાં આ વેક્સિન સસ્તા ભાવે અંદાજે રૃા.૧૦૦૦માં મળે એવી અમારી યોજના છે, જે અમારી માત્ર એકાઉન્ટ કોસ્ટ હશે,' એમ સિરમ ઇન્સ્ટિટયૂટના સીઇઓ અને પ્રમોટર અદાર પુનાવાલાએ જણાવ્યું છે.
વૈશ્વિક ધોરણે હશે, એના કરતા પ્રમાણમાં ઘણાં ઓછા ભાવ ભારતમાં હોય એવી શક્યતા છે. અમારી બીજી વેક્સિન જેવી કે એમએમઆરના ભાવ ભારત કરતા બ્રિટનમાં ૧૦ ગણા વધુ છે.
'બ્રિટનમાં સપ્ટેમ્બરમાં ટ્રાયલ્સ થાય એની અમે રાહ જોવાના નથી અને અહીં વેક્સિનનું ઉત્પાદન શરૃ કરીશું. આ નિર્ણય અમારા જોખમ અને ખર્ચાના હિસાબે હશે. અમે ઝડપથી ઉત્પાદન એ માટે કરવા ઇચ્છીએ છીએ કે પર્યાપ્ત પ્રમાણમાં વેક્સિનનો જથો ઉપલબ્ધ બને, એ ત્યારે શક્ય બનશે જ્યારે ક્લિનિકલ ટ્રન્લ્સ સફળ પુરવાર થાય. પ્રથમ છ મહિના સુધી દર મહિને ૪૦ થી ૫૦ લાખ વેક્સિન બનાવવાનો અમારો ઉદ્દેશ છે અને એ પછી ટ્રાયલ્સની સપળતાના આધારે દર મહિને ૨૦ થી ૪૦ મિલિયન ડૉઝ બનાવવાનો અમારો ઇરાદો છે. આ સપ્ટેમ્બર-ઓકટોબરમાં શક્ય બનશે. આમાં સફળતા મળશે તો અમે ભારત સહિત ઘણા દેશોમાં તેનું ઉત્પાદન શરૃ કરીશું,' એમ તેમણે જણાવ્યું હતું.
પુણેની સિરમમાં જે સવલતો અત્યારે છે તેને આધારે ત્યાં વેક્સિન બનાવી શકાશે. આ માટે, ત્યાં અત્યારે જે વેક્સિન બને છે તેને અટકાવી નવા પ્લાન્ટ માટે રૃા.૩૦૦ કરોડના રોકાણની જરૃર પડશે. જેને આવતા ગણતરીના વર્ષો લાગશે. આ પ્રોજેક્ટમાં અમે ૧૫૦ મિલિયન ડૉલરનો ખર્ચ કરીશું. અમે આશા રાખીએ કે સરકાર અમારી ભાગીદાર બને અને દવાના ઉત્પાદનમાં હિસ્સેદાર બને નાણાં પાછા મેળવવામાં અમે તેમને મદદરૃપ બનીશું,' એમ તેમણે જણાવ્યુ ંહતું.
એક અમેજિંગ અનુભવ ઃ કોલકાતાની ચંદ્રા દત્તા
લંડન: કોવિડ-૧૯ની વેક્સિનના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનારી ઓક્સફર્ડ યુનિવર્સિટીની ટીમમાં કોલકાતાની મહિલા ચંદ્રા દત્તા (૩૪) એ ચાવીરૃપ ભૂમિકા ભજવી છે.
ચંદ્રા દત્તા યુનિવર્સિટીની ફેસિલિટીમાં ક્લોલિટી એસ્યુરન્સ મેનેજર તરીકે કામ કરે છે. એન્ટી-વાઇરસ વિક્ટર વેક્સિન-સીએચએડીઓ એક્સવન એનસીઓની-૧૯ની હ્યુમન ટ્રાયલ્સ ગયા ગુરૃવારે લેવામાં આવી હતી. જો વેક્સિન ટ્રાયલ્સમાં સફળ થાય તો લોકો માટે સપ્ટેમ્બર અથવા ઓકટોબરમાં ઉપલબ્ધ બની શકે છે, એમ ચંદ્રા દત્તાએ જણાવ્યુ હતું.
ચંદ્રા દત્તાએ તેની શાળાનું શિક્ષણ અને બીટેક એન્જિનિયરિંગ અને બાયોટેકનોલોજી કોલકાતામાં કર્યું હતું અને એ પછી ૨૦૦૯માં બ્રિટન જઇ ત્યાં એમએસસી-બાયોસાયન્સ (બાયોટેક્નોલોજી) કોર્સ લિડ્સ યુનિવર્સિટીમાં કર્યો હતો. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ક્લિનિકલ બાયો મેન્યુફેકચરિંગ ફેસિલિટીમાં એ પહેલા તેણે વિશ્વભરમાં ક્લિનિકલ ટ્રાયલ્સનું કામ કર્યું હતું અને એ પછી તેણે કવોલિટી એસ્યુરન્સની જવાબદારી સંભાળી હતી. આ કામ મારા માટે અમેજિંગ અનુભવ હતો,' એમ ચંદ્રા દત્તા કહે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zBP07z
via Latest Gujarati News
0 Comments