જમ્મુ-કાશ્મિરમાંથી અર્ધ લશ્કરી દળોની 72 કંપનીઓ હટાવાશે

નવી દિલ્હી,24 ડિસેમ્બર 2019 મંગળવાર

ગૃહ મંત્રાલયએ જમ્મુ-કાશ્મિરને લઇને મોટો નિર્ણય લીધો છે.મંત્રાલયનાં કેન્દ્રીય શસસ્ત્ર પોલીસ દળ(CAPF)ની 72 કંપનીઓને તાત્કાલીક હટાવવાનો નિર્ણય કર્યો છે,જમ્મુ-કાશ્મિરની સુરક્ષા અંગે ગૃહ વિભાગે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં જી સી મુર્મુ,એનએસએ અજીત દોભાલ,સેના પ્રમુખ જનરલ વિપિન રાવત,ડીજી જમ્મુ-કાશ્મિર અને CRPF ડીજી રાજીવ રાય ભટનાગર પણ ઉપસ્થિત રહ્યા હતાં,જેમાં CRPFની 24 જ્યારે BSF,ITBP,CISF,SSBની 12-12 કંપનીઓને પણ હટાવવાનો ફેંસલો કર્યો છે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર આ બેઠકમાં જમ્મુ-કાશ્મિરમાં સતત સરહદે થઇ રહેલી ઘુસણખોરી,સંઘર્ષ વિરામ ભંગ સહિત આંતરિક સુરક્ષા પર ચર્ચા થઇ,તે સાથે જ પ્રદેશમાં નજરબંધ નેતાઓની મુક્તી,ઇન્ટરનેટ સેવાઓને શરૂ કરવા પર ચર્ચા થઇ.

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં લદ્દાખમાં પોલીસ વડાનાં પદ પર કોની નિમણુક કરવી તે અંગે પણ ચર્ચા થઇ,પોલીસ પ્રમુખનાં હોદ્દા માટે દિલ્લી પોલીસમાં તૈનાત કોઇ અનુભવી આઇપીએસ અધિકારીને મોકલવામાં આવી શકે છે.નવો રચાયેલો લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને ભૌગોલિક દ્રષ્ટીએ ખુબ જ સંવેદનશીલ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2rq6srP
via Latest Gujarati News

Post a Comment

0 Comments