(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪
કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી(સીસીએસ)એ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)ના પદની રચનાને મંજૂરી આપી દીાૃધી છે. કારગીલ રિવ્યુ કમિટી, ૧૯૯૯ની ભલામણને આાૃધારે આ પદની રચના કરવામાં આવી છે. તેઓ સરકારના સૈન્ય સલાહકાર તરીકેની પણ ભૂમિકા ભજવશે.
માહિતી અને પ્રસારણ પ્રાૃધાન પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ)ના નેતૃત્ત્વવાળા સૈન્ય બાબતોના વિભાગની રચના સંરક્ષણ મંત્રાલય હેઠળ કરવામાં આવશે. પ્રાૃધાને વધુમાં જણાવ્યું હતું કે સીડીએસ ફોર સ્ટાર જનરલ ગણાશે અને તેમનો પગાર સર્વિસ ચીફ જેટલો હશે.
અિાૃધકારીઓએ જણાવ્યું હતું કે સીસીએસએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલના નેતૃત્ત્વમાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અહેવાલને પણ મંજૂરી આપી હતી. આ ઉચ્ચ સ્તરીય સમિતિએ જવાબદારી નક્કી કરી સીડીએસના ફ્રેમવર્કની રચના કરી હતી. ેઉલ્લેખનીય છે કે વડાપ્રાૃધાન મોદીએ ૧૫ ઓગસ્ટે જાહેરાત કરી હતી કે ભારતમાં ત્રણેય સર્વિસના વડા તરીકે સીડીએસની નિમણૂક કરવામાં આવશે. વડાપ્રાૃધાન મોદીની જાહેરાત પછી દોવલના નેતૃત્ત્વવાળી ઇમ્પ્લીમેન્ટેશન સમિતિની રચના કરવામાં આવી છે.
જાવડેકરે મીડિયાને આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે કેબિનેટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રચના કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીાૃધી છે. આગામી ાૃથોેડાક જ દિવસોમાં દેશના પ્રાૃથમ સીડીએસની રચના કરવામાં આવશે. આર્મી ચીફ જનરલ બિપિન રાવત ૩૧ ડિસેમ્બરે નિવૃત્ત ાૃથઇ રહ્યાં હોવાાૃથી તેમને આ પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZkYzAo
via Latest Gujarati News
0 Comments