લોસ એંજલ્સ તા.1 એપ્રિલ 2019 બુધવાર
દુનિયાભરના દર્શકોને ઘેલું લગાડનારી બ્રિટિશ એજન્ટ જેમ્સ બોન્ડની પચીસમી ફિલ્મ માટે ક્યૂબન-સ્પેનિશ અભિનેત્રી અના દે અર્મસને બોન્ડ ગર્લ તરીકે પસંદ કરવામાં આવી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
ડેનિયલ ક્રેગ આ ફિલ્મનો હીરો છે. અના એની બોન્ડ ગર્લ તરીકે ચમકશે. આ ફિલ્મ ૨૦૨૦ના એપ્રિલની આઠમીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે.
૩૦ વર્ષની અના ઉપરાંત આ ફિલ્મમાં રામી મલેક, દાલી બેન્સાલા અને લૈશના લિંચ મહત્ત્વના રોલ્સ્માં ચમકશે. હજુ સુધી બોન્ડની પચીસમી ફિલ્મનું ટાઇટલ ફાઇનલ થયું નથી.
અનાએ ૨૦૧૫માં રજૂ થયેલી હિટ ફિલ્મ નૉક નૉક દ્વારા હોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં એણે કીનુ રીવ્સ જેવા ટોચના કલાકાર સાથે કામ કર્યુ ંહતું. એની અભિનય કારકિર્દીનો આરંભ ૨૦૦૬માં એક સ્પેનિશ ફિલ્મથી થયો હતો.
પોતે બોન્ડ ગર્લ તરીકે પસંદ થઇ હોવાની ઔપચારિક જાહેરાત અનાએ સોશ્યલ મિડિયા પર કરી હતી. એણે સહકલાકારો સાથેની એક તસવીર પણ સોશ્યલ મિડિયા પર શૅર કરી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vw5lFy
via Latest Gujarati News
0 Comments