મુંબઇ તા.1 એપ્રિલ 2019 બુધવાર
છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતે ફિલ્મ સર્જક સૈફ અલી ખાન આજકાલ સતત પસીનો વહાવી રહ્યો છે. પોતાની આગામી ફિલ્મ જવાની જાનેમન અને તાનાજી માટે સૈફ ખાસ વર્ક આઉટ ઉપરાંત વજન સમતોલ રાખવાના પ્રયાસો કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
પોતાના આ બંને ફિલ્મોના રોલને યોગ્ય રીતે ન્યાય આપવા સૈફ અલી ખાને દસ કિલો વજન ઘટાડયું હોવાનંુ કહેવાય છે. સાથોસાથ એ સ્પેશિયલ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ ખાસ આહાર લઇ રહ્યો છે અને અજય દેવગણની તાનાજી માટે તો ઘોડેસવારી અને તલવારબાજી પણ શીખી રહ્યો છે.
બંને ફિલ્મોની સ્ટોરીલાઇન એકબીજા કરતાં સાવ અલગ છે પરંતુ સૈફ અલી ખાન બંને ફિલ્મોનાં પાત્રો માટે પૂરતી તૈયારી કરી રહ્યો હોવાનું એની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું.
જવાની જાનેમન સૈફના પોતાના બેનર બ્લેક નાઇટ ફિલ્મ્સ હેઠળ બની રહી છે જ્યારે તાનાજી અજય દેવગણની ફિલ્મ છે. બંને ફિલ્મો માટે સૈફ રોજ સતત બે કલાક બલ્કીંગ ઑફ મસલ્સની એક્સેસાઇઝ કરી રહ્યો છે એવું પણ જાણવા મળ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PDvGL8
via Latest Gujarati News
0 Comments