પ્રિયંકાના ભાઇનો લગ્ન સમારંભ મોકૂફ રહ્યો

મુંબઇ તા.1 એપ્રિલ 2019 બુધવાર

ઇન્ટરનેશનલ ગણાતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થનાં લગ્ન છેલ્લી ઘડીએ અટકી ગયા હોવાની માહિતી મળી હતી. એવી પણ વાત ઊડી હતી કે લગ્ન કેન્સલ થયાં છે.

આ અંગે તપાસ કરતાં મળેલી માહિતી મુજબ સિદ્ધાર્થની ગર્લફ્રેન્ડ ઇશિતા પર એક સર્જરી તાકીદે કરવાની જરૃર ઊભી થતાં એણે હૉસ્પિટલમાં દાખલ થવું પડયું હતું.

સર્જરી પછી ડૉક્ટરોએ થોડા દિવસ આરામ લેવાની સલાહ આપી હોવાથી તત્કાળ લગ્ન થઇ શકે એવું નહોતું. હવે બંને પક્ષો નવાં મુહૂર્ત તપાસી રહ્યાં છે. જો કે સર્જરી શેની હતી એ કહેવા બંનેમાંથી એક્કે પક્ષ તૈયાર નહોતો.

ગયા વીક એન્ડમાં લગ્ન નિર્ધાર્યા હોવાથી હાલ અમેરિકામાં રહેતી પ્રિયંકા અને એના ગાયક અભિનેતા પતિ નીક જોનસ મુંબઇ એરપોર્ટ પર ઊતર્યા ત્યારે પાપારાઝી ફોટોગ્રાફર્સે તેમને ઝડપી લીધાં હતાં. 

આ વર્ષના ફેબુ્રઆરીમાં સિદ્ધાર્થ અને ઇશિતા કુમારના સગપણનો સમારોહ યોજાયો હતો. બંને લાંબા સમયથી એકબીજા સાથે ડેટિંગ કરી રહ્યાં હતાં. બંને પક્ષો નવું મુહૂર્ત નક્કી કરે ત્યાર બાદ લગ્નની નવી તારીખ જાહેર કરવામાં આવશે.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XQOxFg
via Latest Gujarati News

Post a Comment

0 Comments