મુંબઇ તા.1 એપ્રિલ 2019 બુધવાર
અંધાધૂંધ અને બધાઇ હો ફિલ્મો દ્વારા રાતોરાત એ લિસ્ટના કલાકારોમાં ગણાતા થઇ ગયેલા અભિનેતા આયુષમાન ખુરાનાની આગામી ફિલ્મ આર્ટિકલ ૧૫ની રિલિઝ ડેટ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.
આ ફિલ્મ એક ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા થ્રીલર ટાઇપની ફિલ્મ છે. આ ફિલ્મમાં આયુષમાન પહેલીવાર પોલીસ અધિકારીનો રોલ કરી રહ્યો છે. આમ બોલિવૂડનો વધુ એક કલાકાર પોલીસ અધિકારી તરીકે રજૂ થવાનો છે.
અત્યાર અગાઉ આમિર ખાન, સલમાન ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર વગેરે પોલીસ અધિકારી તરીકે રજૂ થઇ ચૂક્યા છે. હવે આયુષમાને પોલીસ અધિકારીનો રોલ કર્યો છે.
મંગળવારે બપોર પછી આયુષમાને સોશ્યલ મિડિયા પર જણાવ્યા મુજબ એની આર્ટિકલ ૧૫ ફિલ્મ જૂનની ૨૮મીએ રજૂ થશે. આ ફિલ્મમાં આયુષમાન સાથે ઇશા તલવાર, મનોજ પાહવા, સયાની ગુપ્તા અને કુમુદ મિશ્રા પણ ચમકી રહ્યાં છે.
આ ફિલ્મ મુલ્ક ફેમ ફિલ્મ સર્જક અનુભવ સિંહા બનાવી રહ્યા છે. થોડા સમય પહેલાં આયુષમાને સોશ્યલ મિડિયા પર આ ફિલ્મના શૂટિંગનો એક રસપ્રદ કિસ્સો વર્ણવ્યો હતો. એણે જણાવ્યું હતું કે અમે એક કીચડભર્યા ખાડામાં ઊભા રહીને શોટ આપી રહ્યા હતા. અમને ખબર નહોતી કે એ કીચડમાં કીડા પણ છે. મારા તથા મારા સહકલાકારોના પગમાં આ કીડા લોહી ચૂસી રહ્યા હતા પરંતુ અમારામાંના એક પણ કલાકારે શૂટિંગ અટકાવ્યું નહોતું. હું મારા તમામ સાથીદારોને અભિનંદન આપું છું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VCAHJ8
via Latest Gujarati News
0 Comments