કપૂર પરિવારની વધુ એક પુત્રી ફિલ્મોમાં આવશે

મુંબઇ તા.1 એપ્રિલ 2019 બુધવાર

 બોની કપૂર અને અનિલ કપૂર પછી હવે તેમના સૌથી નાના ભાઇ સંજય કપૂરની પુત્રી શનાયા ટૂંક સમયમાં ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કરશે એવી જાહેરાત ખુદ સંજય કપૂરે કરી હતી.

સંજયે સોશ્યલ મિડિયા પર જણાવ્યા મુજબ 'મારી અને માહિપ (સંજયની પત્ની )ની પુત્રી શનાયા ટૂંક સમયમાં ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કરશે. જો કે હાલ એ અભિનય ક્ષેત્રે ઝંપલાવવાની નથી. અત્યારે એ સહાયક નિર્દેશક તરીકે કામ કરીને તાલીમ લેશે.

આ અંગે તપાસ કરતાં મળેલી માહિતી મુજબ જાન્હવી કપૂર ગૂંજન સક્સેનાની બાયો-ફિલ્મ કરવાની છે એ ફિલ્મથી શનાયા સહાયક નિર્દેશક તરીકેની કામગીરી શરૃ કરશે. હાલ શનાયા લખનઉમાં કોઇ પ્રોજેક્ટના કામમાં બીઝી છે. એ અત્યાર સુધીમાં કરણ જોહરની ઑફિસની અવારનવાર મુલાકાત લઇ ચૂકી છે.

આમ તો શનાયાની ઇચ્છા પણ અભિનેત્રી બનવાની છે. પરંતુ એનાં માતાપિતા માને છે કે પહેલાં શનાયાએ કેમેેરાની પાછળ રહીને કામ કરવાનો અનુભવ લઇ લેવો જોઇએ. ત્યારબાદ કેમેરાની સામે આવશે તો વધુ સારું રહેશે.

બાય ધ વે, ગૂંજન સક્સેના ભારતીય લશ્કરની પહેલી મહિલા પાઇલટ છે. એ હેલિકોપ્ટર પાઇલટ છે અને ટૂંક સમયમાં એને શૌર્યચક્ર  મળવાનો છે.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LehkCj
via Latest Gujarati News

Post a Comment

0 Comments