મુંબઇ તા.1 એપ્રિલ 2019 બુધવાર
હોનહાર અભિનેત્રી કિયારા અડવાણીએ પોતાના માથાના લાંબા વાળ ટ્રીમ કર્યા હોવાની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી.
આ ક્લીપને સોશ્યલ મિડિયા પર મૂકતાંની સાથે એને ચાર લાખ લાઇક્સ મળી હતી. મંગળવારે બપોર પછી કિયારો વાળ કાપતી હોય એવો વિડિયો શૅર કરતાં એને તરત ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો હતો. ક્લીપમાં ૨૬ વર્ષની આ અભિનેત્રી પોતાના લાંબા વાળને કાપીને ટ્રીમ કરી રહી હોવાનું જોઇ શકાતું હતું.
કિયારાએ વાળ ટ્રીમ કરવાનું કારણ જણાવતાં બે વાત કરી. એક કે સતત બીઝી રહેતી હોવાને કારણે લાંબા વાળની પૂરતી કાળજી લેવાનો સમય રહેતો નથી. એના કરતાં પણ બીજું મહત્ત્વનું કારણ એ કે શૂટિંગ દરમિયાન વિવિધ સ્ટાઇલ કરવા માટે વાળને હિટ આપવા ઉપરાંત વિવિધ રસાયણો અને ઉત્પાદનોનો વપરાશ કરવામાં આવે છે. એને કારણે લાંબે ગાળે વાળને ખૂબ નુકસાન થાય છે. એ નુકસાન કદી ભરપાઇ કરી શકાતું નથી.
આવું સહન કરતાં રહેવાને બદલે વાળ ટ્રીમ કરી નાખવા હિતકારી લાગે છે એવું પણ કિયારાએ કહ્યું હતું. અભિનય કારકિર્દીની વાત કરીએ તો હાલ કિયારા શાહિદ કપૂર સાથે કબીર સિંઘ અને કરણ જોહરની ગૂડ ન્યૂઝ ફિલ્મો કરી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WluTBa
via Latest Gujarati News
0 Comments