ફ્લાઇટમાં બેસતાં તારા સૂતરિયાને પસીનો છૂટી ગયો

મુંબઇ તા.1 એપ્રિલ 2019 બુધવાર

 ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ ફિલ્મની બેમાંની એક હીરોઇન તારા સૂતરિયાનો હાથ જોડીને પાર્થના કરતો એક ફોટોગ્રાફ વાઇરલ થયો હતો.

રખે એમ માનતા કે તારા મંદિરમાં પ્રાર્થના કરવા ગઇ હતી. વાસ્તવમાં સોમવારે તારા  એના હીરો ટાઇગર શ્રોફ અને અન્ય હીરોઇન અનન્યા પાંડે સાથે પોતાની ફિલ્મના પ્રમોશન માટે મુંબઇની બહાર જઇ રહી હતી.

ફ્લાઇટમાં બેઠાં પછી એવી જાહેરાત થઇ હતી કે હવામાન ખરાબ હોવાથી ફ્લાઇટમાં વિલંબ થઇ શકે છે. વિમાન સહેજ આડુંઅવળું થવા માંડયું હતું. એ જોઇને તેમજ હવામાન ખરાબ છે એવું સાંભળીને તારા ડરી ગઇ હતી અને પોતાની બેઠક પર રહીને હાથ જોડીને પ્રાર્થના કરવા માંડી હતી. એની આ ચેષ્ટાને કોઇએ મોબાઇલ ફોન દ્વારા ઝડપી લીધી હતી અને આ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકતાં તરત વાઇરલ થઇ હતી.

રસપ્રદ વાત તો એ છે કે આ વિડિયો ક્લીપ કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી હતી.આ ફિલ્મ ૨૦૧૨માં આવેલી અને હિટ નીવડેલી સ્ટુડન્ટ ઑફ ધી યરની સિક્વલ છે. મૂળ ફિલ્મે ત્રણ નવા કલાકારો આપ્યા હતા જેમાંના  બે અત્યારે એ લિસ્ટના કલાકાર ગણાતા થઇ ગયા છે. એ બે કલાકાર એટલે આલિયા ભટ્ટ અને વરુણ ધવન. ત્રીજો કલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રા હજુ એ લિસ્ટના કલાકારોની યાદીમાં સ્થાન પામ્યો નથી.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DB28Jh
via Latest Gujarati News

Post a Comment

0 Comments