માર્ચ, ૨૦૧૪થી ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં દેશના દેવામાં રૃ. ૩૦ લાખ કરોડનો વધારો


 (પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦

ભાજપ નેતૃત્ત્વવાળી સરકાર પર અર્થતંત્રને ખાડામાં નાખવાનો આક્ષેપ મૂકતા કોંગ્રેસે આજે દાવો કર્યો હતો કે મોદી શાસનના ૫૭ મહિનામાં જાહેર દેવામાં ૩૦ લાખ કરોડ રૃપિયાનો વધારો થયો છે. 

નાણા મંત્રાલયના દસ્તાવેજોનો સંદર્ભ આપતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે માર્ચ, ૨૦૧૪થી ડિસેમ્બર, ૨૦૧૮ સુધીમાં જાહેર દેવામાં ૫૭ ટકાનો વધારો થયો છે અને તે ૮૩,૪૦,૦૨૬ કરોડ રૃપિયાએ પહોંચી ગયું છે. 

સૂરજેવાલાએ આક્ષેપ કર્યો છે કે માર્ચ, ૨૦૧૪થી ડિસેમ્બર, ૨૦૧૮ સુધીના ગાળામાં મોદી સરકારે ૩૦,૨૮,૯૪૫ કરોડ રૃપિયાની લોન લીધી છે. માર્ચ, ૨૦૧૪ સુધી દેશનું દેવું ૫૩,૧૧,૦૮૧ કરોડ રૃપિયા હતું જે વધીને ડિસેમ્બર, ૨૦૧૮માં ૮૩,૪૦,૦૨૬ કરોડ રૃપિયાએ પહોંચી ગયું છે. 

સૂરજેવાલાએ દાવો કર્યો છે કે મોદી સરકારની અયોગ્ય આર્થિક નીતિઓને કારણે જીવન ગુજારવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ સામાન્ય માનવીના માથે દેવું વધતું જાય છે. 

મોદી સરકારના ૪ વર્ષ ૯ મહિનાના શાસનકાળમાં દેશના દરેક વ્યકિતના માથે ૨૩,૩૦૦ રૃપિયાનું દેવું વધી ગયું છે. માર્ચ, ૨૦૧૪માં વ્યકિત દીઠ દેવું ૪૦,૮૫૪ રૃપિયા હતું જે ડિસેમ્બર, ૨૦૧૮માં વધીને ૬૪,૧૫૪ કરોડ રૃપિયા થયું છે. 

સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું કે અમે ૭,૧૬,૭૦૦ કરોડ રૃપિયાનું વધારાનું દેવું શોેધી કય્યું છે જેના કારણે ભારતનું કુલ દેવું વધીન્ ૯૦,૫૬,૦૦૦ કરોડ રૃપિયા થઇ ગયું છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GNApWr
via Latest Gujarati News

Post a Comment

0 Comments