ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાયેલા વક્તવ્યમાં સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રએ બળવંતરાય ઠાકોરની સાર્ધ શતાબ્દિ નિમિત્તે વાત કરતા કહ્યું કે, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ગુજરાતી ભાષાના કવિ, વિવેચક અને કવિતા શિક્ષક હતા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રબળ પ્રસ્થાનકાર હતા. બળવંતરાયના કાવ્યમાં પ્રકૃતિપ્રેમનો ઉલ્લેખ જોવા મળે છે જેના લીધે ગુજરાતી સાહિત્યમાં તેમનું આગવું સ્થાન રહ્યું છે.
બ.ક.ઠાકોર તેમની કાવ્યરચનામાં પ્રેમની ઉષા, મોગરો, વધામણી, જૂનું પિયર ઘર તેમજ વર્ષાની સુંદર એક સાંજ જેવી અદ્યતન સુંદર સોનેટકૃતિઓ આપીને ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન જમાવ્યું છે. આ વક્તવ્યમાં બ.ક.ઠાકોરની સાથે તેમની સાથે અદ્યતન ગુજરાતી કવિતા અને નાટકમાં આગવું પ્રદાન આપનાર લાભશંકર ઠાકરની પણ વાત કરાઇ હતી. બ.ક.ઠાકોર અને લાભશંકર ઠાકરના કાવ્યમાં કરાયેલા વિવિધ પ્રયોગ ખૂબ રસપ્રદ રહ્યાં છે. આ બંને સર્જકોએ પોતાના અંગત અને જાહેરજીવન વિશે પણ મહત્વની નોંધ કરી છે અને તેનો પ્રભાવ ગુજરાતના સાંસ્કૃતિક જીવન પર પડયો છે. આરોહણ નામના વિખ્યાત કાવ્યમાં બ.ક.ઠાકોર પોતાના સાહસિક સ્વજનને આ અવિસ્મરણીય પંક્તિમાં યાદ કરતા કહે છે કે, 'સખે, હૃદય ક્યાં હશે? પથ ચઢો કયો આ સમય?' તો એવા જ સમર્થ કવિ લાભશંકર ઠાકર લખે છે કે, 'વાઘેશ્વરીના નેત્ર સરોવરમાંથી ખોબોક પાણી પીને ફરી કામે વળગી જતા મારા વિપ્લવ ખોર મિત્રો- અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન'. 'બ.ક.ઠાકોર અને લાભશંકર ઠાકર ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ અને અણનમ મિત્ર હતા અને તેના લીધે પોતાના પરિશ્રમની બંને મિત્રો સાથે રહીને આપણા સંસ્કાર જીવન અને કાવ્યજગતને નવો માર્ગ ચિંધવાનુ કામ કરી ગયા છે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wtCXo7
via Latest Gujarati News
0 Comments