
પ્રવાસ દરમિયાન રોચક અનુભવો થતા જ હોય છે, પરંતુ એ.કે. પટેલ મેનેજમેન્ટ કોલેજના સ્ટુડન્ટ ગૃપનો સામાન ભટીંડા રેલવે પોલિસે શંકાસ્પદ લાગતા ટ્રેનની બહાર ફેંકી દીધો હતો. ઘટના વિશેની વાતમાં હાર્દિક પ્રજાપતિએ કહ્યું કે, અમારી ટ્રેન ભટીંડા પહોંચી એ પહેલા અમે બધા નાસ્તો કરવા માટે એક બર્થ પર ભેગા થયા હતા. ત્યારે અમારા બે સાથીઓનો સામાન તેમના બર્થ પર પડયો હતો. અમે વાતોમાં મશગુલ હતા ત્યારે ભટીંડા પોલિસે સામાન શંકાસ્પદ લાગતા ટ્રેનમાંથી લઇ ગયા હતા. જ્યારે અમારા સાથીઓ બર્થ પર પહોંચ્યા ત્યારે સામાન ન મળતા અમે ટ્રેનની ચેઇન ખેંચી અને રેલવે પોલિસ સાથે નોકજોક થઇ હતી. પરંતુ ત્યાં સુધીમાં અમે ભટીંડાથી બે સ્ટેશન આગળ પહોચી ગયા હતા. ત્યારબાદ સમાન પાછો મળ્યો પરંતુ અમે આતંકી ન હોવા છતા તેવો અનુભવ થયો હતો.
માત્ર 5000 જેટલા ખર્ચમાં ડેલહાઉસીનું ટ્રેકિંગ કર્યું
લોકો જ્યારે મોટા ટૂર પેકેજ સાથે ટ્રેકિંગ પર જતા હોય છે, ત્યારે અમે વ્યક્તિદીઠ માત્ર 5000 જેટલા ખર્ચીને હિમાચલ પ્રદેશમાં ડેલહાઉસી ટ્રેકિંગ કર્યું છે. અમે રહેવા માટે શહેરી હોટેલને છોડીને ગામડાના ટેન્ટને પસંદ કર્યા હતા, જે પ્રમાણમાં ખૂબ સસ્તા છે. ઉપરાંત જમવામાં ત્યા ફળ, દુધ અને અનાજ પણ ગામડામાં સહેલાઇથી અને સસ્તા ભાવે મળી રહે છે. - ટીશા, કષિશ, નિખિલ, આસ્મન, પર્વ, રાઘવ અને પાર્થ
6 દિવસમાં 10000 ફૂટ ટ્રેકિંગ કર્યું
ડેલહાઉસીમાં સ્ટુડન્ટસે ૬ દિવસમાં 10000 ફૂટની ઉંચાઇ સુધી ટ્રેકિંગ કર્યું હતું, આ દરમિયાન તેઓએ જડ્ડીબુટ્ટી અને વનસ્પતીના ફાયદાઓ વિશે પણ જાણ્યું હતું. ટ્રેકિંગ દરમિયાન તેઓએ ત્યાના ગામડાની લાઇફસ્ટાઇલને નજીકથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YXGOFW
via Latest Gujarati News
0 Comments