
અમદાવાદ ગ્લોબલ શેપર્સ, સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, એલિક્ઝર ફાઉન્ડેશન અને યુનેસેફ દ્વારા મેન્સ્ટ્રુએશન હાઇઝીન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ટેબુ ટોપીક વિશે ચર્ચા કરીને આ અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવ્યું. માસિક સ્ત્રાવ(મેન્સ્ટ્રુએશન)ની બાબતો અને આપણી આસપાસ આજે પણ વધતે ઓછે અંશે રહેલી પૌરાણિક કથાઓને દૂર કરવામાં પુરુષો શું ભૂમિકા ભજવી શકે છે તે વિષય પર વાત કરવામાં આવી.
આ માટે આ ઇવેન્ટમાં પુરુષ નિષ્ણાંતો, સામાન્ય લોક, રોડ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ પુરુષો સાથે મનસુખ મંડાવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે વાત કરતા મનસુખ માંડવિયાએ કહ્યું કે, આપણે માસિક ચક્ર સાથેનો વૈજ્ઞાાનિક અભિગમ સમજીને મોટા પાયા પર એનજીઓ, ડોક્ટર્સ, સ્કૂલ અને દાતાઓને એક પ્લેટફોર્મ પર ભેગા કરવા પડશે. માસિક સ્ત્રાવ પર જાગરૃકતા કાર્યક્રમ મહિલાઓને વધુ સશક્ત અને જાણકાર બનાવે છે.
મેન્સ્ટ્રુએશન એ સ્ત્રીત્વની શરૃઆતને ચિહ્નિત કરતું સીમાચિહ્ન છે
માસિક સ્ત્રાવએ સ્ત્રીત્વની શરૃઆતને ચિહ્નિત કરતું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ વિશેનું સાચું જ્ઞાાન મહિલાઓની પ્રજનન વ્યવસ્થા માટે યોગ્ય સંચાલન મહત્વપૂર્ણ છે. માસિક સ્ત્રાવની આસપાસ મૌનની સંસ્કૃતિ જોડાયેલી છે અને માસિક સ્ત્રાવ સાથે જોડાયેલી કેટલીય ગેરસમજ અને ખરાબ સ્થિતિ અનેક બિમારી અને પ્રજનન અંગોના રોગો તરફ લઇ જાય છે. - કવિતા શર્મા, ન્યુટ્રિશન સ્પેશિયાલીસ્ટ ઓફ યુનિસેફ ઇન્ડિયા
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wuThES
via Latest Gujarati News
0 Comments