ક્વોલિફાઇંગ એકઝામમાં અનામત હોઇ જ ના શકે: સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 13 મે, 2019, સોમવાર

સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટમાં આર્થિક રીતે નબળા સમાજ માટે દસ ટકાની માગની અરજીની સુનાવણી કરતી વખતે આજે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ક્વોલિફાઇંગ એકઝામમાં અનામત હોઇ જ ના શકે.

જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને સંજીવ ખન્નાની વેકેશન બેંચે કહ્યું હતું કે  માત્ર પ્રવેશની બાબતમાં જ કોઇપણ વર્ગ માટે અનામતનો મુદ્દો આવે છે.' ક્વોલિફાઇંગ એકઝામ માટે  અનામત હોઇ જ ના શકે. આ તદ્દન ખોટો વિચાર છે.આ તો માત્ર ક્વોલિફાઇંગ એકઝામ છે. માત્ર  પ્રવેશ વખતે જ  અનામતનો મુદ્દો આવશે'એમ બેંચે કહ્યું હતું.

અરજદાર રજનીશ કુમાર પાંડે અને અન્યો વતી જ્યારે વકીલે સાતમી જુલાઇએ યોજાનારી પરિક્ષાનો મુદ્દા માટે અનામતનો ઉલ્લેખ કર્યો ત્યારે બેંચે કહ્યું હતું કે 'પરિક્ષા માટેનું જાહેરનામું અનુસુચિત જાતી અને અનુસુચિત જન જાતી માટે કોઇ જ અનામત આપતું નથી'.

અવલોકન કર્યા પછી અરજીને ફગાવનાર બેંચે જો કે પાછળથી અરજદારોના વકીલને ફરીથી આ અંગે વિચારણા કરવાની વિનંતી કરતાં  ૧૬ મે પછી સુનાવણી કરવાની તૈયારી બતાવી હતી.સમાજના આર્થિક રીતે પછાત વર્ગના હોવાનો દાવો કરનાર અરજદારો આ પરિક્ષામાં બેસવા ઇચ્છુક હતા.

તાજેતરમાં સેન્ટરે ૨૩ જાન્યુઆરી,૨૦૧૯ના રોજ  સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ માટે એક  વિજ્ઞાાપન પ્રસિધ્ધ કર્યું હતું જેમાં આર્થિક રીતે નબળા લોકોને કોઇ જ છુટ આપવામાં આવી નહતી. એટલા માટે જ અનુસુચિત જાની અને અનુસુચિત જનજાતી જેવી જ અનામત આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પણ આ પરિક્ષાનો લાભ મળે એટવા માટે તેમણે અરજી કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VyArvz
via Latest Gujarati News

Post a Comment

0 Comments