મોદી દેશનો વિનાશ કરશે, એક પણ મત આપશો નહિ : મમતાનો પ્રહાર


(પીટીઆઈ) નમકહાના (૨૪ પરગણાઝ), તા. 13 મે, 2019, સોમવાર

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ વડાપ્રધાનના હાથે દેશનો વિનાશ થાય એમ હોવાથી એમને એકપણ મત નહિ નહિ આપવાની મતદારોને અપીલ કરી છે.

એમણે પશ્ચિમ બંગાળના સુંદરવન વિસ્તારના નમકહાના ખાતે એક પબ્લિક રેલીને સંબોધતા આમ જણાવીને ઉમેર્યું કે મોદીએ છેલ્લા પાંચ વર્ષો દરમિયાન દેશ માટે કંઈ કર્યુ નથી.

''તમે જો ચોકીદારને વડાપ્રધાન તરીકે પસંદ કરશો તો એમના હાથે દેશનો વિનાશ થશે. મતદારો ભાજપને એકપણ મત નહિ આપીને એમને સત્તા બહાર કરી દઈ શકે છે.''એમ તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું.

ભાજપે લઘુમતીઓ, આદિવાસીઓ અને પત્રકારોની પણ હત્યા કરી છે. એના રાજમાં મોબ લિન્ચિંગના બનાવો બન્યા છે, એમ મમતાએ જણાવ્યું.

ભાજપથી ડરવા જેવું કશું નથી. એને મત આપશો નહિ. જો એકપણ મત સીપીઆઈ- એમ અને કોંગ્રેસને મળશે તો એનાથી પણ  ભાજપના હાથ મજબૂત થશે.

બેનરજીએ મોદીને નોટબંધી માટે ઝાડયા હતા. એમણે કહ્યું કે એના પરિણામે દેશમાં લોકોએ ત્રણ કરોડ નોકરીઓ ગુમાવવી પડી છે. એનાથી ખેતીકામને નુકસાન થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે. પશ્ચિમ બંગાળમાં તાજપુર બંદરના બાંધકામના મામલે ભાજપ સરકારે પારોઠનાં પગલાં ભર્યા છે. પશ્ચિમ બંગાળ જાતે આ વિકાસ કાર્ય કરી લેશે. અમે ગંગાસાગરમાં મુરિગંગા નદી પર પુલ પણ બાંધીશું.

મમતા બેનરજીએ પશ્ચિમ બંગળાના ડાયમંડ હાર્બર લોકસભા મત વિસ્તારમાં આવતા મેટિયાબુ્રઝ ખાતે ચૂંટણી રેલીને કરેલા સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ માટે ' સૌથી મોટો ખતરો' ગણાવ્યા હતા, જ્યારે પોતે, રાજયમાં રમખાણો ના થાય એ માટે જીવ આપી દેવા તૈયાર હોવાનું જણાવ્યું હતુ.

ડાયમંડ હાર્બર લોકસભા બેઠક પર મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી તૃણમૂલ કૌંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. જેમને ભાજપ નિશાન બનાવી રહ્યું હોવાને ત્યાં રમણખાણો કરાવવાનો પ્રયાસ કરતું હોવાનો મમતાએ આક્ષેપ કર્યો છે.

મેટિયાબુ્રઝ મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે, જ્યાં અંગ્રેજોએ અવધના ચેલ્લા નવાબ વાજિદ અલી શાહને તડીપાર કર્યા હતા. બીજા લખનૌ તરીકે જાણીતુ આ સ્થળ, મોટી સંખ્યામાં પથરાયેલા દરજી કામના કારીગરોના લીધે સુપ્રસિધ્ધ બન્યું છે. અહીંથી પૂર્વ ભારતના વેપારીઓને તૈયાર વસ્ત્રો પૂરા પડાય છે.

તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષે દક્ષિણ ૨૪ પટગણામાં આવેલા બિરલાપુર ખાતે જણાવ્યું કે દેશને બચાવવા માટે મોદીને સત્તા પરથી ફગાવી દેવા જોઈએ. તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળની તમામ ૪૨ બેઠકો જીતવા માગે છે કે જેથી ચૂંટણી પછીની નવી કેન્દ્ર સરકારની રચનામાં તૃણમૂલ કોંગ્રેસ અસરકારક ભૂમિકા ભજવી શકે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HkFDcw
via Latest Gujarati News

Post a Comment

0 Comments