વાતચીત ચાલી રહી હોવાનું સલમાન ખાને જણાવ્યું
(પ્રતિનિધિ દ્વરા) મુંબઇ,તા. 28 મે 2019, મંગળવાર
થોડા સમય પહેલા વાત આવી હતી કે, સલમાન ખાન જલદી જ રોહિત શેટ્ટીની ફિલ્મમાં કામ કરશે. આ પછી આ વાતને અફવામાં ખપાવામાં આવી હતી. પરંતુ હાલમાં સલમાન ખાને ફિલ્મ 'ભારત'ના પ્રમોશન દરમિયાન આ રોહિત સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહ્યુ હતું.
'' આ વાત અફવા નથી. મારી અન ેરોહિત વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો બધુ સમુસૂથરુ ંપાર પડશે તો ફિલ્મની ઘોષણા કરવામાં આવશે,'' તેમ સલમાને જણાવ્યું હતું.
રોહિત શેટ્ટીની એક પછી એક ફિલ્મો બ્લોકબસ્ટર થઇ રહી હોવાથી ટોચના કલાકારો તેની સાથે કામ કરવા ઉત્સાહિત છે. અજય દેવગણથી લઇ રણવીર સિંહ રોહિત સાથે સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે.
અક્ષય કુમાર પણ રોહિતની ફિલ્મ 'સૂર્યવંશી'માં કામ કરી રહ્યો છે.
જોકે સલમાન બેક ટુ બેક ફિલ્મોમાં વ્યસ્ત છે, તેની પાસે 'ભારત' બાદ 'દબંગ ૩, ઇન્શાલ્લાહ, વેટરન રીમેકમાં નજરે ચડવાનો છે. તેણે ૨૦૨૧સુધીની તારીખો ફાળવી દીધી છે. તેથી રોહિત અને તેની ફિલ્મ ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XbjJiz
via Latest Gujarati News
0 Comments