નવી દિલ્હી, તા. 12 મે 2019 રવિવાર
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયુ છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને બિહારની આઠ-આઠ, દિલ્હીની સાત અને ઝારખંડની ચાર બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે.
મતદાનના છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે, જેમાં સુલતાનપુર, પ્રતાપગઢ, ફૂલપુર, અલાહાબાદ, આંબેડકર, શ્રાવસ્તી, ડુમરિયાગંજ, વસ્તી, સંત કબીર નગર, લાલગંજ, આઝમગઢ, જોનપુર, મછલીશહેર અને ભદોહી સામેલ છે. જેમાંથી આઝમગઢ, સુલતાનપુર, ફૂલપુર અને અલાહાબાદ પર દેશની નજર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LEd4ML
via Latest Gujarati News
0 Comments