- પુત્રીને રાજ્યસભામાંથી લોકસભામાં પહોંચાડી, ભત્રીજો નાયબ મુખ્ય પ્રધાન રહી ચૂક્યો અને એક પ્રપૌત્રને લોકસભાનો ઉમેદવાર બનાવ્યો

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 13 મે 2019, સોમવાર

છોકરી રાજ્યસભામાંથી લોકસભા સુધી પહોંચી, ભત્રીજો નાયબ મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચ્યો, પ્રપૌત્રને લોકસભાની ઉમેદવારી અપાવી હવે બીજા પ્રપૌત્રને વિધાનસભા પહોંચાડવાનો પ્રયાસ મહારાષ્ટ્રના ૪ વાર મુખ્ય પ્રધાન બનેલા અને કેન્દ્રમાં રક્ષા, કૃષિ પ્રધાન પદ ભોગવેલા મરાઠા નેતા શરદ પવારનો શરૂ હોવાના સમાચાર જાણતા મળે છે હવે એના માટે ગામડાનુા લોકો પણ પવાર સાહેબની મુલાકાત લઇ રહ્યા હોવાનું દેખાઇ છે.

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં બધા વિવાદ અને ચર્ચાનું સેન્ટર બનેલું અહેમદનગર શરદ પવારના બીજા પ્રપૌત્ર માટે માગણીનું ઠેકાણું બન્યું હોવાનું આજે દેખાઇ આવ્યું. અહેમદનગર જિલ્લાના કર્જત જામખેડ વિધાનસભા બેઠક ક્ષેત્રના ગામડામાં રહેનાર ગ્રામસ્થોએ આજે શરદ પવારની મોટર રોકો અને રોહિત દાદાને ઉમેદવારી આપો, તેઓ ૧૦૦ ટકા ચૂંટાઇ આવશે એનવી ગુહાર લગાવી ત્યારે મોટરમાં પાછળ બેસેલા રોહિત તરફ કટાક્ષ નાંખતા પવાર સાહેબ બોલ્યા, જો તારા માટે પણ માગણી આવી છે!'

રાજ્યના પ્રધાન રામશિંદે અહેમદનગરના કર્જત જામખેરમાંથી વિધાનસભા ઉપર ચૂંટાઇ આવ્યા આ આ વિસ્તારમાંના દુષ્કાળના ભાગની મુલાકાત લેવા શરદ પવાર એમની મોટરથી આવ્યા હંમેશાની જેમ શરદ પવાર ફ્રંટ સીટ ઉપર બેસેલા હતા અને પ્રપૌત્ર રોહિત પણ પાછળની સીટ ઉપર હતા. કર્જત જામખેડ વિધાનસભા મતવિસ્તારના ગામડામાં શરદ પવારની મોટર પહોંચી ત્યારે ગામડામાં રહેતા ગ્રામસ્થોએ એમનું સ્વાગત કર્યું. દુષ્કાળ વિસ્તારની મુલાકાત લેતા શરદ પવાર સાથે જિલ્લા પરિષદ સભ્ય રોહિત પવાર પણ હતા જેમણે દુષ્કાળી વિસ્તારમાં બારામતી એગ્રોના માધ્યમથી કામો હાથ ધર્યા છે.

શરૂઆતમાં તો દુષ્કાળ છે સ્વાગત શાનું કરો છો? આવો સવાલ કરીને પવાર સાહેબે ગ્રામસ્થો ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો પણ પછી એમના કેફિયત સાંભળી પણ એજ વખતે ગ્રામસ્થોએ શરદ પવારને આ વિસ્તારમાં રોહિતદાદાને ઉમેદવારી આપી, તેઓ ૧૦૦ ટકા ચૂંટાઇ આવશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો ત્યારે શરદ પવાર હંસી પડયા અને રોહિત તરફ કટાક્ષ કરતા જો તારી પણ માંગણી આવી ગઇ!  એવું કહ્યું. અજીતદાદાના પિતરાઇ ભાઇ રાજેન્દ્ર પવારના સુપુત્ર રોહિત પવાર આ શરદ પવારના પ્રપૌત્ર છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PZ0MNt
via Latest Gujarati News