પશ્ચિમ આફ્રિકાના બુર્કીના ફાસોમાં ચર્ચની પ્રાર્થનાસભામાં હુમલો : છનાં મોત


ઔગાડૌગુ, તા.12 મે, 2019, રવિવાર

પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કીના ફાસોના ડાબલો શહેરના કેથોલિક ચર્ચની રવિવારની પ્રાર્થના દરમિયાના ગોળીબાર દ્વારા થયેલા હુમલામાં એક પાદરી અને પાંચ પ્રાર્થનાર્થીઓના મોત થયા છે. સવારે આશરે નવ વાગ્યે ચર્ચમાં ઘૂસી આવેલા હુમલાખારોએને જોઇ લોકોએ ભાગદોડ કરી હતી અને ત્યારબાદ હુમલાખોરોએ ગોળીબાર શરૃ કર્યો હતો.

ડાબલોના મેયર ઓસ્માન ઝોંગાનું નિવેદન છે કે ૨૦થી ૩૦ હુમલાખઓરોએ ચર્ચમાં ગોળીબાર કર્યા બાદ આસપાસના વિસ્તારોમાં પણ ઉપદ્રવ મચાવ્યો હતો. આસપાસના દુકાનો સળગાવી તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. હોસ્પિટલમાં લૂંટ કરી ત્યાંના કર્મચારીના વાહનોને સળગાવ્યા હતા.

આ હુમલાના કારણે લોકો ભયભીત થઇ ઘરમાં પૂરાઇ ગયા છે અને તમામ દુકાનો અને બજારો પણ બંધ છે. સમગ્ર શહેર અત્યારે નિર્જન હોય તેવી પરિસ્થિતિ સર્જાણી છે. ડાબલોથી ૪૫ કિલોમીટર દૂર આવેલા બાર્સાલોગોથી સુરક્ષાકર્મીઓને મોકલવામાં આવ્યા હતા અને સમગ્ર શહેરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ફ્રાંસની સ્પેશિયલ ફોર્સે બુર્કીના ફાસોમાં બંધક બનાવાયેલા ચાર વિદેશી બંધકોને મુક્ત કરાવ્યા તેના બે દિવસ બાદ આ હુમલો થયો છે. આ ઉપરાંત બે અઠવાડિયા પહેલાં આવી જ રીતે સિલગડજીના ચર્ચમાં રવિવારની પ્રાર્થના દરમિયાન હુમલો થયો હતો. બુર્કીના ફાસોમાં અનસરુલ ઇસ્લામ સહિતના જેહાદી સંગઠનો છાશવારે હુમલાઓ કરતા રહે છે. જેના કારણે ત્યાંના પૂર્વ શાસક ફ્રાન્સે જેહાદીઓનો સફાયો કરવા માટે લશ્કરી ટુકડીઓ તૈનાત કરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vZBcOV
via Latest Gujarati News

Post a Comment

0 Comments