હટ બુડબક, તેરા ધ્યાન કિધર હૈ, રડાર ઇધર હૈ : લાલુએ મોદીની મશ્કરી કરી


નવી દિલ્હી, તા.12 મે, 2019, રવિવાર

બાલાકોટ એરસ્ટ્રાઇક કરવામાં આવી તે પહેલા કેવી ચર્ચા વિચારણા ચાલી રહી હતી તે અંગે મોદીએ વાત કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે એરસ્ટ્રાઇક કરવાની હતી પણ તે સમયે વાદળા હતા, બાદમાં મે કહ્યું કે વાદળા જ રડારથી બચવામાં મદદ કરશે.

મોદીના આ દાવાની બાદમાં સોશિયલ મીડિયામાં આમ નાગરીકોથી લઇને નેતાઓએ ભારે હાંસી ઉડાવી હતી. ઓમર અબ્દુલ્લા, લાલુ પ્રસાદ યાદવ, સિતારામ યેચુરીથી લઇને દરેક નેતાઓએ મોદીના જ્ઞાાન પર સવાલો ઉઠાવ્યા હતા. લાલુએ ટોણો મારતા કહ્યું હતું કે એ હટ બુડબક તેરા ધ્યાન કિધર હૈ, રડાર ઇધર હૈ. 

જ્યારે સિતારામ યેચુરીએ આ મામલે ગંભીર ગણાવતા કહ્યું હતું કે આ પ્રકારના અતી બેજવાબદારી ભર્યા નિવેદનથી દેશની સુરક્ષાને ભારે નુકસાન થાય, મોદી જેવા આ દેશના વડા પ્રધાન પદે ન રહેવા જોઇએ. જ્યારે ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું કે મોદીનું સુચન બચાવીને રાખવું ભવિષ્યમાં આવી કોઇ એરસ્ટ્રાઇક કરવામાં આવે તો મદદરૃપ થશે.

કોંગ્રેસના નેતા સંજય જાએ ટ્વિટ કરીને કહ્યું કે પ્રિય દિલ્હીવાસીઓ તમે વડા પ્રધાન મોદીનું નિવેદન સાંભળ્યું? શું તમે આવા ગેરજવાબદાર નિવેદનો કરનારાને દેશની સુરક્ષા સોંપશો? 

કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તીએ મોદીના નિવેદનને ટાંકીને ટોણો મારતા કહ્યું હતું કે વાદળા અંગેનું મોદીનું નિવેદન અતી શરમજનક છે, સાથે તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે શું મોદીને એવો પણ અધિકાર છે કે તેઓ એરફોર્સને આ પ્રકારની સલાહ આપે અને તેને માનવામાં આવે.

સાથે મેહબુબા મુફ્તિએ એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે જો ખરેખર વાતાવરણ ખરાબ હતું તો મોદીએ એરસ્ટ્રાઇકની સલાહ જ કેમ આપી અને એરસ્ટ્રાઇક કરાવી. સાથે સવાલ ઉઠાવ્યો હતો કે રાહુલ ગાંધીને પપ્પુ કેમ કહો છો?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YqdHe2
via Latest Gujarati News

Post a Comment

0 Comments