
વાસ્તવમાં રડારથી બચવામાં વાદળા મદદ ન કરતા હોવાથી મોદીની હાંસી ઉડી
નવી દિલ્હી, તા.12 મે, 2019, રવિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક દાવાની ભારે હાંસી ઉડી રહી છે. મોદીએ એક ઇન્ટરવ્યૂમાં બાલાકોટ એરસ્ટ્રાઇક અંગે વાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે એરસ્ટ્રાઇકના પ્લાન અંગે મારી ચર્ચા ચાલી રહી હતી, તે સમયે હવામાન અચાનક બદલાઇ ગયું હતું, વાદળો છવાયેલા હતા આવી સ્થિતિમાં સવાલ એ ઉઠયો હતો કે શું આ સમયે પણ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરવી જોઇએ કે કેમ.
મોદીએ આગળ કહ્યું કે જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે મને કેટલાક નિષ્ણાંતોએ એવી સલાહ આપી હતી કે આપણે બાલાકોટ એરસ્ટ્રાઇકનો સમય અને દિવસ બદલવો જોઇએ કેમ કે હાલ વાતાવરણ સારુ નથી. જોકે મારા મગજમાં બે વસ્તુઓ તે સમયે હતી એક તો જો તારીખ બદલીએ તો બાલાકોટ એરસ્ટ્રાઇક કરવાના છીએ તે માહિતી લીક થઇ શકે છે.
બીજુ મારા મગજમાં એ હતું કે જો આપણે આ જ વાદળવાળા વાતાવરણમાં એરસ્ટ્રાઇ કરીએ તો દુશ્મન દેશની રડારમાંથી બચી શકીએ. દરેક લોકો બાદમાં કન્ફ્યૂઝ હતા, બાદમાં મે કહ્યું કે ભલે વાદળો હોય આપણે આ જ સમયે એરસ્ટ્રાઇ કરવી જોઇએ તેનાથી રડારમાં આવતા બચી જઇશું.
મોદીની દલિલોની સોશિયલ મીડિયા પર ભારે હાંસી ઉડી રહી છે કેમ કે વાસ્તવમાં વાદળા રડારથી બચવામાં મદદ ન કરી શકે. જ્યારે મોદીએ દાવો કર્યો હતો કે રડારથી બચવામાં વાદળા મદદ કરે. મોદીએ વાદળ અને રડાર અંગે જે દાવા કર્યા તેને બાદમાં ભાજપે ટ્વિટર પર શેર પણ કર્યા હતા, જેના સ્ક્રિન શોટ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
લોકોએ ભારે હાંસી ઉડાવતા બાદમાં ભાજપે આ ટ્વિટને ડીલીટ પણ કરી દીધુ હતું. આ ઉપરાંત મોદીએ એરસ્ટ્રાઇક અંગે જે કહ્યું તેનો એક મિનિટનો વીડિયો પણ ભાજપે શેર કર્યો હતો જેને ટાઇટલ આપ્યું હતંઇ એર સ્ટ્રાઇક કી કહાની પીએમ મોદી કી જુબાની જોકે આ વીડિયોને હજુસુધી નથી હટાવવામાં આવ્યો.
મોદીના આ હાસ્યાસ્પદ દાવાને લઇને સોશિયલ મીડિયા પર લોકોએ ભારે હાંસી ઉડાવી હતી, લોકોએ એક પોસ્ટર પણ બનાવ્યું હતું જે વાઇરલ થયું છે, આ પોસ્ટરમાં મોદીને મિર્ઝા ગાલીબ જેવા બતાવવામાં આવ્યા છે અને તેને નામ આપવામાં આવ્યું છે મિર્ઝા ક્લાઉડી,
આ પોસ્ટરમાં લખ્યું છે જુમલા હી ફેંકતા રહા પાંચ સાલ કી સરકાર મે, સોચા થા ક્લાઉડી હૈ મૌસમ, નહીં આઉંગા રડાર મેં. આ મિર્ઝા ક્વાઉડી પોસ્ટરને લોકોએ ટ્વિટર અને ફેસબુક પર ખુબ શેર કર્યું હતું. નિષ્ણાંતોના મતે વાદળા રડારથી બચવામાં મદદ ન કરે તેથી મોદીના દાવાની હાંસી ઉડી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HfvrDf
via Latest Gujarati News
0 Comments