પશ્ચિમ બંગાળમાં TMCની ગુંડાગીરી, હુમલો થતા ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ રડી પડયા


(પીટીઆઈ) કોલકાતા, તા.12 મે, 2019, રવિવાર

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન મતદાન સમયે ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ભારતી ઘોષ સાથે ઘાટલ સંસદીય ક્ષેત્રના કેશપુર મતદાન મથક બહાર કથિત રીતે ધક્કામુક્કી અને મારપીટ કરવામાં આવી હતી.

વહેલી સવારે તેઓ જ્યારે પોલિંગ એજન્ટ સાથે મતદાન કેન્દ્રમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તૂણમૂલના કાર્યક્રરોએ તેમને અટકાવ્યા હતા. આ ઉપરાંત ભારતી સાથે મારપીટ કરીને તેમને જમીન પર પાડી દીધા હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી તેઓ રડતાં નજર આવ્યા હતા. 

 અન્ય એક વિસ્તારમાં પણ ઘોષની ગાડી ફરતે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી અને તેમને આગળ વધતા રોકવામાં આવ્યા હતા જેથી તેમણે એક મંદિરમાં આશરો લેવો પડયો હતો. ટોળાએ તેમના પર પથ્થરમારો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જેથી બાદમાં ઘોષને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ભારતીના  કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ગાડીનો કાચ તૂટી ગયો હતો અને સુરક્ષા કર્મી ઘાયલ થયો હતો. 

ભારતીએ સમગ્ર ઘટના ક્રમ વખતે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ મદદ કરવામાં ન આવી હોવાનો આરોપ લગાવ્યો છે. સામે પોલીસ અધિકારીએ મહિલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત ન હોવાથી મહિલાઓને રોકવી શક્ય ન હોવાનું કારણ રજૂ કર્યું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ સમગ્ર ઘટનાઓ મામલે પશ્ચિમી મિદનાપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે રિપોર્ટ માંગ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YmeGvT
via Latest Gujarati News

Post a Comment

0 Comments