ન્યુઝીલેન્ડનાં વડાં પ્રધાન પહેલા માતા બન્યા, હવે પ્રેમી ગેફોર્ડ સાથે લગ્ન કરશે


વોલિંગ્ટન, તા. 3 મે, 2019, શુક્રવાર

ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેસિંન્ડા આર્ડર્ન અને તેમના લાંબા સમયનો પ્રેમી કલાર્ક ગેફોર્ડ હવે ટુંક સમયમાં લગ્ન કરશે. જેસિન્ડાના પ્રવકતા એ કહ્યું હતું કે નેવી નામની એક બાળકીના માતા-પિતા એવું આ દંપતિ ઇસ્ટરની રજાઓમાં લગ્ન માટે સમંત થયા હતા. વડા પ્રધાનના લગ્નની તારીખ જો કે તે જણાવી શક્યા નહતા અથવા તો કોણે દરખાસ્ત મૂકી હતી તે પણ કહ્યું નહતું.

'તે અંગે હું કંઇ જ કહી શકતો નથી. એટલું જાણું છું કે ઇસ્ટરમાં તેમની સગાઇ થઇ હતી'એમ પ્રવકતાએ કહ્યું હતું. આર્ડર્નને ગયા જૂનમાં નેવીને જન્મ આપ્યો હતો. આમ વડા પ્રધાન પદે ચાલુ રહેતા માતા બનનાર તેઓ વિશ્વના માત્ર બીજા મહિલા બન્યા હતા. ત્યાર પછી તેઓ ન્યુયોર્કમાં યુએનની એસેમ્બલીમાં પણ તેમની સંતાનને લઇ ગયા હતા.

ટીવીના માછીમારી કાર્યક્રમના એંકર ગેફોર્ડે પહેંલાથી જ ઘરે રહી બાળકીના ઉછેરની જવાબદારી લીધી હતી.ક્રાઇસ્ટચર્ચમાં પંદર માર્ચના રોજ એક મસ્જિદમાં ૫૧ નમાઝીઓની હત્યા કરાયા પછી તરત જ મુસ્લિમ સમુદાય સાથે સંવાદ અને તેમને સલામતીનો એહસાસ કરાવ્યા પછી સમાચારોમાં ચમકી ગયેલા આર્ડર્ન માટે સગાઇ કરવાનો વિચાર ખૂબ જ કષ્ટદાયક રહ્યો હતો.

સોમવારે તેમણે સંસદમાં કહ્યું હતું કે મસ્જિદની ઘટના પછી તેમના મંત્રી મંડળે બંદુકના કાયદાઓમાં સુધારો સિધ્ધાંતિક નિર્ણય કર્યો હતો.'મારે તમને વધુ વિગતો આપવી છે. ગયા વર્ષે તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ગેફોર્ડને પ્રપોઝ નહીં કરે, જો કે પોતાની જાતને સ્ત્રી ચળવળકાર માને છે.

પત્રકારોએ જેસિન્ડાના હાથમાં ઓફિસમાં કામ કરતી વખતે હીરાની વિંટી જોતાં  તેમની સગાઇની જાણ થઇ હતી. જો કે ભૂતકાળમાં બે વખતે તેઓ વિંટી સાથે દેખાયા હતા, પરંતુ સગાઇની અટકળની વાતને ટાળી દીધી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VfrxmE
via Latest Gujarati News

Post a Comment

0 Comments