હેરાફેરી થ્રી વધુ એક વખત વિલંબમાં પડી

મુંબઇ તા.4 મે 2019 શનિવાર

ટીડીએસ કેસમાં મોખરાના ફિલ્મ સર્જક ફિરોઝ નડિયાદવાલાને ત્રણ માસની સખત મજૂરીની જેલની સજા થતાં તેમની હિટ કોમેડી ફ્રેન્ચાઇઝી હેરાફેરીની ત્રીજી કડી ફરી એકવાર વિલંબમાં પડી હતી.

આ ફિલ્મની જાહેરાત થઇ ત્યારથી સતત એના માર્ગમાં વિઘ્નો આવતાં રહ્યાં છે. પહેલાં ડાયરેક્ટર નીરજ વોરાનુ અવસાન થતાં એના સ્થાને અન્ય ડાયરેક્ટર આવ્યા. ત્યારબાદ મી ટુ આંદોલનમાં બદનામ થયેલા કલાકારોને  બદલે બીજા કલાકારને લેવા પડયા એટલે ફિલ્મ વિલંબમાં પડી હતી અને હવે નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને જેલની સજા થતાં વધુ એક વખત આ ફિલ્મ વિલંબમાં પડી હતી.   

આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે કહ્યું, ફિરોઝભાઇ પ્રિયદર્શન અને અહમદ ખાન બંને સાથે વાટાઘાટ કરી રહ્યા હતા કે કોણ આ કોમેડી  સિરિઝની ત્રીજી કડીનું ડાયરેક્શન સંભાળશે. પહેલી કડીનું નિર્દેશન પ્રિયદર્શને કરેલું અને બીજી કડીનું ડાયરેક્શન નીરજ વોરાએ સંભાળ્યું હતું. ત્રીજી કડી શરૃ થાય એ પહેલાં નીરજનું અવસાન થઇ ગયું.  

આ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની હતી. પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીના રોલ એ બંને પોતે કરવાના હતા. અન્ય બે રોલ માટે દોસ્તાના ફેમ જોડી જ્હૉન અબ્રાહમ અને અભિષેક બચ્ચનને લેવાની વાત હતી. પરંતુ અત્યારે તો ફિરોઝભાઇની સજાને કારણે ફિલ્મ અટવાઇ પડી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LAN1pN
via Latest Gujarati News

Post a Comment

0 Comments