લોકસભા ચૂંટણીમાં હારની અસર: કોંગ્રેસ અને શરદ પવારની NCPના જોડાણની અટકળો


NCPના પાંચ સાસંદો કોંગ્રેસમાં ભળતા કોંગ્રેસને લોકસભામાં વિપક્ષનો હોદો મળશે

નવી દિલ્હી, તા. 30 મે, 2019, ગુરૂવાર

લોકસભાની ચૂંટણીના પરિણામ ભલે કોંગ્રેસ માટે નિરાશાજનક હોય પરંતુ નિરાશામાં પણ કોંગ્રેસને ઓકેસિજન મળે એવા સમાચાર એ છે કે શરદ પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની કોંગ્રેસ એક બીજામાં ભલી જશે. મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ શિવસેના અથવા ભોજપમાં ભળી જતાં બંને પક્ષોએ  અસ્તીત્વ ટકાવી રાખવા આ ફોર્મ્યુલા પર અમલ કરવા નિર્ણય કર્યો હોય એવું મનાય છે.

મહારાષ્ટ્રમાં બંને પક્ષોની તાકાત તો છે જ પરંતુ અલગ અલગ લડતાં તેઓ નબળા પડી જતા હતા, પરિમામે બંને પક્ષના કાર્યકરોએ એક બીજામાં ભળી જવાનો વિકલ્પ પસંદ કર્યો હોય તેવું મનાય છે. ઉલ્લેખનીય છે કે આગામી સપ્ટેમ્બર અથવા ઓકટોબરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ફરીથી હારવાનું તેમને પોષાય તેમ નથી. અંતે  બંને એ સાથે મળીને ભાજપ-શિવસેનાનો મુકાબલો કરવા વિચાર્યું હતું.

ઉપરાંત જો એનસીપીના પાંચ લોકસભાના સાંસદો  કોંગ્રેસમાં ભળી જાય તો લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષનો હોદ્દો પણ કોંગ્રેસને મળે અને શરદ પવારને રાજ્યસભમાં વિપક્ષના નેતા બનાવી દેવાય. કોંગ્રેસને જો વિરોધ પક્ષના નેતાનો હોદ્દો જોઇતો હોય તો ઓછામાં ઓછી ૫૫ બેઠકો લોકસભામાં હોવી જોઇએ, જો એનસીપીનાં પાંચ સાસંદો કોંગ્રેસની બેઠકોમાં આવી જાય તો કોંગ્રેસને સત્તાવાર રીતે વિરોધ પક્ષના નેતાઓ હોદ્દો મળી જશે.

આમ બંને એ ગણીત પાકું કરી લીધા પછી જ આ વિકલ્પ પસંદ કર્યો હોવાનું મનાય છે.આમ પણ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે રાષ્ટ્રીય રાજકારણમાં કાઢું કાઢી શકી નથી, જો કોંગ્રેસમાં આવી જાય તો રાષ્ટ્રીય કક્ષાએ  મોટી જવાબદારી મળતા ેતનું કદ વધી જાય અને મહારાષ્ટ્રમાં શરદ પવારના ભત્રીજા અજીત પવારનું વજન વધે. ઉલલેખનીય છે  અહેમદ પટેલે આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરવા માટે શરદ પવારને જ મોકલ્યા હતા, પરંતુ શીલા દિક્ષીતના જીદ્દી વલણના કારણે જોડાણ થયું નહતું. એમ મનાય છે કે જો જોડાણ થશે તો એમાં પણ અહેમદ પટેલની મુખ્ય ભૂમિકા હશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W4KWlQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments