નવી દિલ્હી, તા. 13 મે 2019 સોમવાર
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં હેવાનિયતનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક મહિલાને પગાર માગવા પર ખરાબ રીતે મારઝૂડ કરવામાં આવી. વીડિયોમાં સામેલ કેટલાક લોકો લાકડી-ડંડાથી મહિલાને મારતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં લોકોની ક્રૂરતા જોઈને માણસાઈ શરમસાર થઈ જાય તેમ છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો એક મહિલાને ખરાબરીતે મારતા જોવા મળી રહી છે. લાકડી-ડંડાથી મહિલાને માર મારી રહ્યા છે. કેટલાક લોકો મહિલાના વાળ ખેંચીને તેને માર મારી રહ્યા છે.
મહિલાની સાથે ખરાબ વર્તનનો આ કિસ્સો નોઈડાના નૉલેજ પાર્કનો છે. ગ્રેટર નોઈડાનો આ વિસ્તાર કૉમર્શિયલ હબ તરીકે ઓળખાય છે. પીડિતા હેર સલૂનમાં કામ કરતી હતી. મહિલાને આશા હતી કે તેને મહિનાના અંતે સેલરી મળી જશે. સલૂનનો માલિક સેલરી આપવામાં આનાકાની કરી રહ્યો હતો જ્યારે મહિલા સેલરી માગવા સલૂન માલિકની પાસે ગઈ તો ત્યાં કામ કરી રહેલા કેટલાક લોકોએ તેની સાથે ગાળા-ગાળી કરી.
હેવાનિયતનો સિલસિલો માત્ર અહીં રોકાયો નહીં. કેટલાક લોકો એકત્ર મહિલાને ખરાબ રીતે મારવા લાગ્યા. માર-પીટની આ ઘટના કોઈ સુમસાન વિસ્તારની નથી. આ તમામ ઘટના રસ્તા વચ્ચે દિવસે થઈ રહી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ઘટનાનો વીડિયો બનાવી લીધો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VVf2fB
via Latest Gujarati News
0 Comments