નવીન પટનાયકે PM મોદીને લખ્યો પત્ર, રાજ્યમાં પૂનર્વાસ માટે માગી મદદ

ભૂવનેશ્વર, તા. 13 મે 2019, સોમવાર

ઑડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફાની તોફાનમાં કેન્દ્ર સરકારે કરેલી મદદ માટે આભાર માન્યો. ઓડિશામાં થયેલ નુકશાન અને પૂનર્વાસ માટે મદદ પણ પટનાયકે પત્રમાં માગી છે.

પટનાયકે પત્રમાં લખ્યું કે, 'પ્રિય વડાપ્રધાન જી, સૌથી પહેલા હું કેન્દ્ર સરકાર દ્વારા ફાની બાદ ઓડિશાને જે મદદ કરવામાં આવી તેના માટે ધન્યવાદ કહેવા માંગુ છું. અસરગ્રસત જિલ્લામાં બહોળા પ્રમાણમાં લોકો મુશકેલી માંથી પસાર થયા છે, તેનો આશ્રય પણ છીનવાય ગયો છે. ઓડિસા સરકાર નુકશાનો અંદાજ લગાવી રહી છે જે બહુ જલ્દી થઈ જવાની આશા છે. બર્બાદ થયેલા ઘરોની સાછી સંખ્યા અને તેની સાથે જોડાયેલ માહીતી સર્વે થયા બાદ જાણવા મળશે. અંદાજો લગાવવામાં આવે તો વધુ અસર 14 જિલ્લામાં જોવા મળે છે અને 5 લાખ જેટલા ઘર નામ-શેષ થઇ ગયા અથવા મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. વધારે નુકશાન પૂરી જિલ્લામાં થયું છે'.

નવીન પટનાયક આગળ લખે છે,'નુકશાનની તપાસ તમે ખુદ કરી જ્યારે તમે 6 મે ના રોજ અહિંયા આવ્યા હતા. તે સમયે રાજ્ય વહીવટ દ્વારા થયેલ નુકશાનથી તમને માહિતગાર કરવામાં આવ્યા હતા. બેઠકમાં વધારે મહત્વ એ વાતને આપવામાં આવ્યું હતું કે, ઓડિશાના દરીયા કાંઠાના વિસ્તારમાં નષ્ટ થનાર ઘર બનાવવામાં આવે જેથી આવી પરીસ્થિતી બીજી વખત ન જોવા મળે. તે જોતા હું ઓડિશામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 5 લાખ ઘર બનાવવા માગ કરૂં છું. હું આજે ફરી કહી રહ્યો છું કે, ખાસ ફાળવણીમાં PWDને છુટ આપવામાં આવે. અમુક પ્રકારની પરિસ્થિતિઓ માટે એક વિશેષ ફંડ બનાવવા વિચાર કરવામાં આવે જેમા કેન્દ્ર અને રાજ્ય સરકાર 90:10ના ગુણોતરમાં રૂપિયાની ફાળવણી કરે'.

પત્રના અંતમાં, પટનાયકે લખ્યું, 'વરસાદ ટૂંક સમયમાં આવી રહ્યો છે અને ઓડિશામાં ચોમાસું 10 જૂન સુધીમાં આવી શકે છે. તેથી, કેન્દ્ર સરકારની દરખાસ્તોને ધ્યાનમાં રાખીને, ઓડિશા સરકાર 1 જૂન 2019 થી ઓર્ડર પસાર કરશે, જેથી અસરગ્રસ્ત લોકોને પાકું મકાન મળી શકે.'

ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલાં પટનાયકે નુકશાનને જોતા કેન્દ્ર સરકાર પાસેથી 17,000 કરોડ રૂપિયાની મદદ માગી હતી. વડાપ્રધાન મોદી સાથે ફાનીના સંદર્ભે કરવામાં આવેલી બેઠકમાં પટનાયકે વિજળીને પુન:સ્થાપીત કરવા માટે 10,000 કરોડ રૂપિયાની માગ કરી છે. એમણે પાંચ લાખ કાચા ઘરને પાકા ધરમાં બદલવા માટે અને ‘ડિઝાસ્ટર ટેલિકોમ્યુનીકેશન નેટવર્ક માટે 7,000 કરોડ રૂપિયાની માગ કરી છે. કેન્દ્ર સરકારે ફાની આવ્યા બાદ રાજ્યને 381 કરોડ રૂપિયાની મદદ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને એક હજાર કરોડ વધારે રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. 

આપને જણાવી દઇએ કે, 3 મે ના રોજ ઓડિશામાં આવનાર ફાની તોફાનમાં 64 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VklRD8
via Latest Gujarati News

Post a Comment

0 Comments