નવી દિલ્હી, 10 મે 2019, શુક્રવાર

પૂરતી ઊંઘ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ડોક્ટરો પણ જણાવે છે કે વ્યક્તિએ રાત્રે ગાઢ ઊંઘ કરવી જરૂરી છે. રાત્રે પૂરતી ઊંઘ કરવાથી શરીર રોગમુક્ત રહે છે. આમ તો ઊંઘ આવે તે માટે લોકો અનેક નુકખા અજમાવે છે પરંતુ સૌથી સરળ ઉપાય છે વિપરીત કરની આસન, આ આસન કરવાથી ગાઢ ઊંઘ આવશે અને અનિંદ્રાની સમસ્યા પણ દૂર થઈ જશે. 

આ આસન કરવા માટે દીવાલથી 3 ઈંચ દૂર આસન પાથરી પગને દીવાલ તરફ રાખી બેસો. આસન પર પીઠના ભાગે સૂઈ જાઓ અને પગને દીવાલ પર ઊંચા કરો. હાથને શરીરથી દૂર જમીન પર રાખો અને હથેળીને ઉપરની તરફ રાખો. હવે શ્વાસ છોડવાની સાથે માથું, ગરદન અને કરોડરજ્જુ જમીનને અડાડો. આ મુદ્રામાં 15 મિનિટ રહો અને પછી સામાન્ય અવસ્થામાં બેસી જાઓ.

આસનથી થતા લાભ

આ આસન કરવાથી માનસિક તાણ દૂર થાય છે.

રક્તસંચાર સુધરે છે અને અનિંદ્રા દૂર થાય છે.

પગમાં દુખાવો હોય તો તે દૂર થાય છે.

ગરદન અને ખભાને લાભ થાય છે.

પીઠ અને કમરના દુખાવા મટે છે. 

ક્યારે ન કરવું આસન

ગરદન કે પીઠમાં કોઈ સમસ્યા હોય તો આ આસન ન કરવું.

આસન બરાબર શીખ્યા બાદ જ કરવું.

માસિક ધર્મ સમયે મહિલાઓએ આ આસન ન કરવું.

આંખમાં તકલીફ હોય તો પણ આ આસન ન કરવું.






from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VSPcZI
via Latest Gujarati News