મહેબુબા મુફતીએ PM મોદીની સરખામણી થેનોસ સાથે કરી

શ્રીનગર, તા. 10 મે 2019, શુક્રવાર

લોકસભા ચૂંટણી 2019માં હોલીવુડની ફિલ્મ Avengers Endgame ની અસર જોવા મળી રહીં છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબુબા મુફતીએ વડાપ્રધાનની સરખામણી એવેંઝર્સ એન્ડગેમના વિલન થેનાસ સાથે કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એવેંઝર્સ થકી આડે હાથ લીધા હતા.

મહબુબા મુફતીએ એક ન્યુઝ એજેન્સીના સમાચારને રિ-ટ્વીટ કર્યા હતા. તે સમાચારમાં વડાપ્રધાન એક રેલીમાં ભાષણ આપી રહ્યા હતા, અમે ભારતને ધરતી, વાયુ, અને અંતરીક્ષ બધી જગ્યાએથી સુરક્ષીત કરશું. આ સમાચાર થકી મહબુબા મુફતીએ ટ્વીટ કરીને કહ્યું, દેશી એવેંઝર્સની ટીમ બી (વડાપ્રધાન)નો હાલનો વ્યવહાર જોતા તેઓ થેનાસની વધારે નજીક દેખાય રહ્યા છે.

ફિલ્મમાં થેનોસ વિલનનું પાત્ર ભજવતો નજરે આવે છે અને તે જનસંખ્યા અને સંસાધનોને બેલેન્સ કરવા માટે અડધી દુનિયા ખ્તમ કરવા માંગતો હોય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jd6bzY
via Latest Gujarati News

Post a Comment

0 Comments