રાફેલ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી પૂર્ણ, પૂનર્વિચારની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો


નવી દિલ્હી, તા. 10 મે 2019, સોમવાર

સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીઓ પર શુક્રવારે સુનવણી પૂર્ણ થઇ છે, સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુનવણીની શરૂઆતમાં જ રંજન ગોગોઇએ કહ્યું કે, અમે બંન્ને પક્ષોને એક-એક કલાકનો સમય આપીએ છીએ. આજે 4 વાગ્યા સુધીમાં અમે સુનવણી પૂર્ણ કરવા માંગીએ છીએ. જે બાદ સિનિયર વકિલ પ્રશાંત ભૂષણે પૂનર્વિચાર અરજી પર દલીલ શરૂ કરી.

અરજીકર્તાઓ તરફથી પ્રશાંત ભૂષણે કહ્યું કે, ડિસેમ્બર 2018ના સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે અમે રાફેલ ડીલના કોન્ટ્રેક્ટને રદ્દ કરવાની માંગ કરી રહ્યાં હતા. જ્યારે આવું કંઇ નથી. અમે માત્ર આ મામલે FIR નોંધી તપાસની માંગ કરી રહ્યાં હતા. આ નિર્ણય સરકાર તરફથી આપવામાં આવેલી ગેરમાર્ગે દોરનારી ખોટી જાણકારી પર આધારિત છે, આ કારણે અણે પુનર્વિચારની માંગ કરી રહ્યાં છીએ.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YdWWTw
via Latest Gujarati News

Post a Comment

0 Comments