નવી દિલ્હી, તા. 10 મે 2019, શુક્રવાર

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 12 મેએ મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 સીટો માટે મતદાન થશે. આ તબક્કામાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વીજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, શિલા દીક્ષિત સહિતના દિગ્ગજ નેતાઓની કિસ્મત દાંવ પર છે જ્યારે ભાજપના મનોજ તિવારી, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિતના દિગ્ગજોની કિસ્મત દાંવ પર છે.

આ છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની ઘણી સીટો પર દિગ્ગજો આમને-સામને છે. આઝમગઢ સીટ પરથી સપા અધ્યક્ષ અખિલેશ યાદવની સામે ભાજપના દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆ છે. અલાહાબાદ સીટ પરથી ભાજપના રીટા બહૂગુણા જોષીની સામે કોંગ્રેસના યોગેશ શુક્લા છે, સુલ્તાનપુરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્ર સરકારમાં મંત્રી મેનકા ગાંધીની ટક્કર કોંગ્રેસના સંજય સિંહ સાથે છે.

મધ્યપ્રદેશમાં ભોપાલ સીટ પર ભાજપના સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વીજય સિંહ સાથે ટક્કર થશે. જ્યારે ગુના લોકસભા સીટ પરથી કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાનો મુકાબલો ભાજપના કેપી યાદવ સાથે છે. આ ઉપરાંત દિલ્હીમાં ત્રિકોણીય જંગ ખેલાવાની છે. જેમાં આમ આદમી પાર્ટી,, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો થવાને છે અને દિલ્હીના સાતેય બેઠકો પર કોઇને કોઇ દિગ્ગજ નેતા ઉભેલા છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VtAl8C
via Latest Gujarati News